Health Tips: દિવાળીમાં અસ્થમા એટેકનું જોખમ વધે છે, બચવા માટે અપનાવો ૬ ટિપ્સ
અસ્થમા એવી બીમારી છે જેમાં દર્દીની શ્વાસનળીમાં સોજો આવે છે. દિવાળી દરમિયાન પ્રદૂષણ વધવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં વધુ તકલીફ થઈ શકે છે.
Diwali 2024 Health Tips: દિવાળીનો તહેવાર લાઇફસ્ટાઇલમાં ઘણા બદલાવ સાથે આવે છે. આ સમયે ગરમી ઉકળાટ પછી ઠંડી ઋતુની શરૂઆત થાય છે. આ સમયે એસી અને પંખા સાફ કરીને મૂકી દેવામાં આવે છે અને રજાઈ, ગરમ કપડાં બહાર નીકળે છે. સાફ સફાઈ, ધુળ અને ફટાકડાથી સલ્ફર ડાય ઓક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા કેમિકલ્સ હવામાં પહોંચીને શ્વાસના દર્દીઓની તકલીફ વધારી દે છે.
ફટાકડાનો ધુમાડો અને ઠંડીને કારણે બારીક ધૂળ એટલે કે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સથી છાતી અને ફેફસાંની નસો સંકોચાવા લાગે છે, જેનાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ, શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ મોસમમાં અસ્થમાના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક ઉપાયો અપનાવીને પોતાના સ્વાસ્થ્યને બગડતું અટકાવી શકાય છે.
દિવાળીમાં આ ઉપાયોથી રોકો અસ્થમા એટેક
- આતશબાજીથી દૂર રહો
આતશબાજીથી વાયુ પ્રદૂષણ થાય છે. તેમાંથી નીકળતો ધુમાડો અસ્થમાના દર્દીઓ માટે જોખમી હોઈ શકે છે. તેથી શક્ય તેટલા દૂર રહો. પેઈન્ટ, વાર્નિશ, ધૂળ, સાફ સફાઈ અને એલર્જી વાળી વસ્તુઓથી બચો.
- માસ્ક પહેરો
દિવાળી દરમિયાન વાયુ પ્રદૂષણ વધી જાય છે, જેનાથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી પ્રયત્ન કરો કે માસ્ક પહેરીને જ રહો. બહાર નીકળતી વખતે મોં નાક ઢાંકીને જ રાખો. થોડી થોડી વારે નાક મોં અને ગળું સાફ કરો. આનાથી ધૂળ ધુમાડાથી થતા ગૂંગળામણથી રાહત મળશે.
- ઘરમાં જ રહો
દિવાળી દરમિયાન ઘરમાં રહેવું જોઈએ અને બારીઓ બંધ રાખવી જોઈએ જેથી પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી બચી શકાય. સાંજના સમયે ઘરની બહાર બિલકુલ ન નીકળો. ધૂળ અને ધુમાડાના કણોથી પોતાને બચાવો.
- હેલ્ધી ફૂડ જ ખાઓ
દિવાળી દરમિયાન અસ્થમા એટેકથી બચવા માટે ખાનપાનનું ધ્યાન રાખો. ગરમ દૂધ, ચા કૉફી, હૂંફાળું પાણી, ગ્રીન ટી, આદુ તુલસીની ચા અને ગરમ ખોરાક વધુમાં વધુ લો. પ્રયત્ન કરો કે ઠંડું પાણી, આઇસક્રીમ, ઠંડા ખોરાક ન ખાઓ.
- એક્સરસાઇઝ કરો, તણાવથી બચો
તણાવ અસ્થમાના દર્દીઓ માટે જોખમી હોઈ શકે છે, તેથી તણાવ ઘટાડવા માટે યોગ, મેડિટેશન કરો. નિયમિત રીતે એક્સરસાઇઝ કરો. આનાથી અસ્થમાના દર્દીઓની શ્વાસ લેવાની ક્ષમતા વધી શકે છે.
- દવાઓ લો
અસ્થમાના દર્દીઓએ પોતાની દવાઓ નિયમિત રીતે લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ. પોતાની દવાઓ, ઇન્હેલર, નેબ્યુલાઇઝર જેવી વસ્તુઓ પાસે રાખો. ડૉક્ટર પાસેથી સાવચેતી અંગે સલાહ લો. શ્વાસ ચઢવો, ખંજવાળ, છાતીમાં દુખાવો જેવા લક્ષણોને અવગણવાનું ટાળો.
ડિસ્ક્લેમર: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )