Diabetes And Sleep: ઉંઘ અને ડાયાબિટીસ વચ્ચે છે ગાઢ સંબંધ, જો તમને પણ આ લક્ષણો દેખાય તો ચેતીજજો
Diabetes And Sleep: ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને અસંતુલિત બ્લડ સુગર લેવલ અને ડાયાબિટીસ સંબંધિત લક્ષણોને કારણે ઊંઘની સમસ્યા હોય છે અને રાત્રે સુગરનું પ્રમાણ ઓછું હોય છે અને તે દિવસ દરમિયાન અનિદ્રા અને થાકનું કારણ બની શકે છે.
Sleep and Diabetes: ડાયાબિટીસ એ આજકાલ સૌથી ઝડપથી વિકસતા રોગોમાંનો એક છે. આનો કોઈ ઈલાજ નથી. તે ફક્ત મેનેજ કરી શકાય છે. ડાયાબિટીસ બ્લડ સુગર લેવલને અસર કરે છે. હાઈ બ્લડ શુગર લેવલ પાચન, હૃદયના સ્વાસ્થ્ય, ત્વચા, કિડની અને લીવરના કાર્ય તેમજ ઊંઘ પર નકારાત્મક અસર કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ યોગ્ય રીતે ઊંઘી શકતા નથી અથવા તેઓ વારંવાર ઉંઘમાંથી ઉઠતા રહે છે. જેના કારણે તેઓ સંપૂર્ણ ઊંઘ નથી લઈ શકતા. આવી સ્થિતિમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય ઓછી ઉંઘ લેવાથી પણ ડાયાબિટીસનો ખતરો રહે છે.
ઓછી ઊંઘને કારણે ડાયાબિટીસનો ખતરો
બાયોબેંકના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ઓછી ઊંઘનો સંબંધ પણ ડાયાબિટીસ સાથે છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકો દિવસમાં માત્ર 5 કલાકની ઊંઘ લે છે તેમનામાં ડાયાબિટીસનો ખતરો 16% વધારે જોવા મળ્યો હતો. જ્યારે માત્ર 3-4 કલાકની ઊંઘ લેનારા લોકોમાં ટાઈર 2 ડાયાબિટીસનું જોખમ 41% વધારે હતું. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હેલ્ધી ડાયટ હોવા છતાં જો કોઈ ઓછી ઉંઘ લેતું હોય તો ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે.
ડાયાબિટીસના દર્દીની ઊંઘમાં કેમ ખલેલ પહોંચે છે?
અસંતુલિત બ્લડ સુગર લેવલ અને ડાયાબિટીસ સંબંધિત લક્ષણોને કારણે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને ઊંઘની સમસ્યા હોય છે. રાત્રે સુગરનું ઊંચું પ્રમાણ (હાઈપરગ્લાયકેમિઆ) અને સુગરનું ઓછું સ્તર (હાઈપોગ્લાયકેમિઆ) દિવસ દરમિયાન અનિદ્રા અને થાકનું કારણ બની શકે છે.
અન્ય ઘણા ગંભીર રોગોની જેમ, ડાયાબિટીસ સંબંધિત હતાશા અને તણાવ તમને રાત્રે ઊંઘવા નથી દેતા. જ્યારે બ્લડ સુગર વધારે હોય છે, ત્યારે કિડની વારંવાર પેશાબ કરવાનો સંકેત આપે છે. જેના કારણે વારંવાર ઉઠવું પડે છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ સિવાય હાઈ બ્લડ શુગરને કારણે માથાનો દુખાવો, વધુ પડતી તરસ અને થાક લાગે છે, જેના કારણે ઊંઘ પૂરી નથી થતી.
ઓછી ઊંઘ ડાયાબિટીસને ગંભીર બનાવે છે
ઊંઘના અભાવે હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે ખાવાની આદતો પણ બગડી જાય છે. તે વજન પર પણ નકારાત્મક અસર કરે છે. ઉંઘ ન આવ્યા પછી અથવા થોડા સમય માટે ઊંઘ્યા પછી, વ્યક્તિ વધુ ખોરાક ખાય છે, જેથી તેને જાગતા રહેવા માટે ઊર્જા મળે છે. આવી સ્થિતિમાં, શરીરમાં કેલરી વધે છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. આ કારણે ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. ઊંઘની ઉણપ સ્થૂળતા વધારી શકે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. તે કોઈને પણ અસર કરી શકે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે સારી ઊંઘ કેવી રીતે લેવી
1. ઊંઘવા માટે હેલ્દી સ્લીપ એન્વાયરમેન્ટ અને સ્વીપ હાઈઝીન બનાવો.
2. સૂતા પહેલા તમારા ફોનનો ઉપયોગ કરશો નહીં, ટીવી જોશો નહીં અથવા અન્ય કોઈ કામ કરશો નહીં.
3. સૂતા પહેલા લિક્વિડ ડાયટ ન લો. હળવું રાત્રિભોજન કરો અને ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો.
4. ચા અને કોફી ઓછી પીઓ.
5. નિયમિત કસરત કરો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )