Weight loss: પેટની ચરબી ઘટાડવામાં કારગર છે આ 4 ફળો, સેવનથી ફટાફટ ઘટશે વજન
તાજા સિઝનલ ફળોને આપણા સ્વાસ્થ્યના મિત્ર માનવામાં આવે છે, કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે, એવા કેટલાક ફળો છે, જે વેઇટ લોસમાં પણ મદદ કરશે
Weight loss:તાજા સિઝનલ ફળોને આપણા સ્વાસ્થ્યના મિત્ર માનવામાં આવે છે, કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ફળોનું સેવન પણ કરે છે. આજકાલ વધતું વજન એ એક મોટી સમસ્યા બની ગઈ છે, જેના કારણે આપણને હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ડાયાબિટીસ અને હાર્ટ એટેક સહિત અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે કયા ફળ ખાવા જોઈએ.
ઓઇલી અને પ્રોસેસ્ડ ફૂડ સૌથી વધુ વજન વધારે છે પરંતુ તેના સ્થાને જો આપ નેચરલ ફૂડ તરફ વળશો તો વેઇટ લોસ સહિત બીજા પણ અનેક ફાયદા થશે. એવા અનેક ફળો છે, જે આપને વેઇટ લોસમાં મદદ કરશે.
સફરજન
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાનારને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું., આ ફળમાં પોલિફીનોલ્સ મળી આવે છે જે વજનને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજિંદા આહારમાં સફરજનનો સમાવેશ કરવો પડશે, જો તમે ઈચ્છો તો સફરજનનો રસ પણ પી શકો છો.
કિવિ
તમે કિવી ફળ ખાધુ જ હશે, ભલે તે બહુ મોટું ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
સંતરા
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો તમારે નારંગીને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઇએ. જો તમે દરરોજ આ ફળ અથવા તેના રસનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમજ તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે આપને ફિટ એન્ડ ફાઇન રાખશે. વિટામિન સી હોવાથી આપની સ્કિન માટે પણ હિતકારી છે.
પૈપયું
પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેનું પોષણ મૂલ્ય ઘણું વધારે છે. તેમાં ગૈલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.