આ છોકરીની પોલીસ બનવાની ઈચ્છા હતી. પરંતુ શારીરિક બિમારીને કારણે ભવિષ્યમાં પોલીસ ન પણ બની શકે. પોલીસ અને એક સંસ્થાની મદદથી ગુરૂવારે પોલીસે આ દીકરીને એક દિવસની ઇન્ચાર્જ અધિકારી બનાવી દીધી હતી. આ બાળકીએ રાબેતા મુજબની દિનચર્યા કરી હતી અને અધિકારી તરીકે કામ કર્યું હતું.
2/3
પોલીસે પોતે જ પોલીસ અધિકારીની જેમ બાળકીને પણ તૈયાર કરવામાં મદદ કરી હતી. આ 10 વર્ષની છોકરીની ઈચ્છાને પોલીસે પૂરી કરી તેનું કારણ એ છે કે, આ બાળકીને એઈડ્સ થયો છે અને તેની પાસે બહુ લાંબી જીંદગી નથી. આ દીકરી ગર્ભમાં હતી ત્યારે જ એચ.આઈ.વી.નો ભોગ બની હતી અને એઈડ્સ સાથે જ જન્મી હતી.
3/3
મહેસાણાઃ લોકોમાં પોલીસની છાપ ગમે તે હોય પણ ક્યારેક પોલીસ પણ એવાં કામ કરે છે કે તેમનામાં માનવતા છે એવું દેખાય. આવી જ એક ઘટનામાં મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં એક નાની બાળકીને એક દિવસ માટે પોલીસ અધિકારી બનાવવામાં આવી હતી.