(Source: ECI/ABP News/ABP Majha)
Neeyat Review: વિદ્યા બાલન માટે થિએટરમાં જાઓ, આ ફિલ્મની નીયત સારી છે....
વિદ્યા ચાર વર્ષ બાદ ફરી એકવાર થિયેટરોમાં પાછી આવી છે, એકંદરે આ ફિલ્મ એવી છે કે તમે આને ઓછામાં ઓછી એક વાર જોઈ શકો અને વિદ્યા બાલન આ ફિલ્મ જોવી જ જોઈએ.
અનુ મેનન
વિદ્યા બાલન, રામ કપૂર, નીરજ કાબી, દીપાનિતા શર્મા, શહાના ગોસ્વામી, નિકી અનેજા, શશાંક
Neeyat Review: બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન દેશમાં ખુબ નામ કમાઇ ચૂકી છે, વિદ્યા બાલને પોતાનું એવું નામ બનાવ્યું છે કે તેના નામથી જ ફિલ્મો ચાલે છે. તે પણ કોઇ હીરો વિના, કેમ કે દર્શકોને લાગે છે કે જો વિદ્યા બાલન ફિલ્મમાં હશે તો તે કંઈક અલગ અને નવું કરશે. વિદ્યા ચાર વર્ષ બાદ ફરી એકવાર થિયેટરોમાં પાછી આવી છે, અને આ વખતે પણ વિદ્યાએ એવું જ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ હિટ ત્રિપુટી વિદ્યા બાલન, નિર્દેશક અનુ મેનન અને નિર્માતા વિક્રમ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ શકુંતલા દેવી જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.
ફિલ્મ સ્ટૉરી -
આ એક મર્ડર સ્ટૉરી છે. બિઝનેસમેન આશિષ કપૂર એટલે કે રામ કપૂરે પોતાના નજીકના મિત્રોને જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું છે. આ પાર્ટી સ્કૉટલેન્ડમાં દરિયા કિનારે આવેલી એક વિલામાં હોય છે, પરંતુ સ્ટૉરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે આશિષ કપૂરની હત્યા થઈ જાય છે. સીબીઆઈ અધિકારી વિદ્યા બાલન એટલે કે મીરા રાવ આ કેસની તપાસ કરે છે. પછી શું થાય છે... તમારે આ જોવા માટે થિયેટરોમાં જવું પડશે કારણ કે આનાથી વધુ વસ્તુઓ હત્યાના રહસ્યમાં કહી શકાતી નથી.
એક્ટિંગ -
વિદ્યા બાલનની એક્ટિંગ હંમેશની જેમ સારી છે. તેને પાત્રને અલગ રીતે ભજવવાનો પ્રયાસ કર્યો છે. આ ડિટેક્ટીવ વીરતા દર્શાવે છે પરંતુ તે અલગ રીતે. વિદ્યા બાલને આને પોતાની સ્ટાઈલમાં ભજવી છે અને દર વખતની જેમ પોતાના ફેન્સને તેની સ્ટાઈલ ગમશે અને વિદ્યા માટે આ ફિલ્મ જોઈ શકાય છે. રામ કપૂરનું કામ સારું છે. રાહુલ બોઝનું પાત્ર એવું લાગે છે કે તે અભિનય કરતાં વધુ થઈ ગયુ છે, નીરજ કબી, દીપનિતા શર્મા, શહાના ગોસ્વામી, નિક્કી અનેજા, શશાંક અરોરા બધાએ પોતપોતાની ભૂમિકામાં સારું કામ કર્યું છે. ફેમસ યુટ્યુબર પ્રાજક્તા કોળી પણ આ ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળી છે અને તેનું કામ પણ સારું છે.
કેવી છે ફિલ્મ -
આ ફિલ્મ તમને અમુક જગ્યાએ હૉલીવુડની ડિટેક્ટીવ ફિલ્મોનો અનુભવ કરાવે છે. ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં ખૂબ જ સારા છે. કેટલીક જગ્યાએ સ્ટૉરી ચુસ્ત લાગે છે તો કેટલીક જગ્યાએ મામલો ઢીલો પણ લાગે છે. સ્ક્રીનપ્લે અને સ્ટૉરી પર વધુ મહેનત કરવી જોઈતી હતી. કેટલીક બાબતો બાલિશ પણ લાગે છે, પરંતુ એકંદરે આ ફિલ્મ એવી છે કે તમે આને ઓછામાં ઓછી એક વાર જોઈ શકો અને વિદ્યા બાલન આ ફિલ્મ જોવી જ જોઈએ.
સંગીત
ફિલ્મનું મ્યૂઝિક એવરેજ છે અને તેને વધુ સુધારી શકાયું હોત.
એકંદરે એમ કહી શકાય કે વિદ્યા બાલન માટે થિયેટરમાં જાવ.