Arvind Kejriwal Arrest:CM અરવિંદ કેજરીવાલને કોર્ટથી ઝટકો, 6 દિવસના રિમાન્ડ મંજૂર, 28 માર્ચ સુધી ઇડીની રિમાન્ડ પર AAP સંયોજક
રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. જોકે, EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
Arvind Kejriwal Arrest:રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. આ પહેલા કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. એવો સવાલ પણ ઉઠાવ્યો કે જ્યારે ED પાસે બધું જ છે તો પછી ધરપકડ શા માટે કરવામાં આવી. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. નોંધિય છે કે,EDએ કેજરીવાલને 10 દિવસના રિમાન્ડ પર મોકલવાની માંગ કરી હતી. જો કે કોર્ટે દિલ્હીના સીએમને 28 માર્ચ સુધીના રિમાન્ડને મંજૂરી આપી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. PMLA કોર્ટમાં કેજરીવાલ કેસની સુનાવણી શરૂ થઈ રહી છે. ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર પણ સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ સમક્ષ સુનાવણી થવાની હતી. પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.
EDની રિમાન્ડ નોટમાં AAP પાર્ટીને કંપની ગણાવવામાં આવી છે. EDની રિમાન્ડ નોટમાં કેજરીવાલને માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે. EDએ લખ્યું છે કે એક્સાઇઝ પોલિસી બનાવવામાં કેજરીવાલની મહત્વની ભૂમિકા છે. લાંચના રૂપમાં મળેલા નાણાંનું ગોવાની ચૂંટણીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. EDએ દાવો કર્યો હતો કે વિજય નાયર અને મનીષ સિસોદિયા સાથે મળીને સાઉથ લોબીમાંથી પૈસા લેવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાના સેક્રેટરી રહેલા સી અરવિંદે પોતાના નિવેદનમાં જણાવ્યું કે માર્ચ 2021માં મનીષ સિસોદિયાએ સી અરવિંદને કેજરીવાલના ઘરે બોલાવ્યા અને તેમને 30 પાનાનો GOM ડ્રાફ્ટ આપ્યો. તે સમયે સતેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ ત્યાં હાજર હતા.
#Breaking Delhi court remands Delhi Chief Minister Arvind Kejriwal to ED custody till March 28.
— Bar & Bench (@barandbench) March 22, 2024
ED had sought 10 days remand.#ArvindKejriwalArrested @ArvindKejriwal @AamAadmiParty @dir_ed #ExcisePolicyCase pic.twitter.com/45IXu23m47
-AAP 26 માર્ચે PMના નિવાસસ્થાને ઘેરાવ કરશે
દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, 26 માર્ચે આમ આદમી પાર્ટી પીએમના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. તેમણે કહ્યું, આવતીકાલે દિલ્હીના શાહિદી પાર્કમાં તમારા દિલ્હીના તમામ ધારાસભ્યો, કાઉન્સિલરો અને ઈન્ડિયા એલાયન્સના વિવિધ નેતાઓ સરમુખત્યારશાહી વિરુદ્ધ શપથ લેશે. આટલું જ નહીં, AAP કેજરીવાલની ધરપકડના વિરોધમાં હોળીનો કાર્યક્રમ નહીં મનાવશે અને લોકોને દેશ બચાવવા માટે દરેક જગ્યાએ સાથે આવવા અપીલ કરશે.