Ahmedabad : યુવક મિત્રની પત્નિને જાહેરમાં બહેન માનતો, મિત્ર કામે જાય ત્યારે જઈને માણતો શરીર સુખ, પતિને પડી ખબર ને..
અનૈતિક સંબંધથી કંટાળી પરણીતાએ દીકરીની નજર સામે જ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરિણીતા પ્રેમસંબંધ ખતમ કરવા માંગતી હતી, પરંતુ પ્રેમીએ ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. દરમિયાન આ સંબંધની પતિને જાણ થતાં પરિણીતાએ આપઘાત કરી લીધો છે.

અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં અનૈતિક સંબંધથી કંટાળી પરણીતાએ દીકરીની નજર સામે જ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરિણીતા પ્રેમસંબંધ ખતમ કરવા માંગતી હતી, પરંતુ પ્રેમીએ ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. દરમિયાન આ સંબંધની પતિને જાણ થતાં પરિણીતાએ આપઘાત કરી લીધો છે.
પત્નીના પ્રેમસંબંધની જાણ થતાં પતિ પણ આઘાતમાં આવી ગયો હતો. બીજી તરફ પરિણીતાના આપઘાતને પગલે બે દીકરીઓએ માતા વગરની બની છે. આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, મૃતક પરિણીતાનો પતિ અને પ્રેમી બંને સાથે કામ કરતા હતા. સાથે કામ કરતાં હોવાથી પરિણીતાના ઘરે પ્રેમીની અવર-જવર રહેતી હતી. આ સમયે બંને વચ્ચે આંખો મળી ગઈ હતી અને બંને પ્રેમમાં પડી ગયા હતા.
જોકે, પતિની સામે બંને ભાઇ-બહેનની જેમ વર્તન કરતાં હતા. તેમજ પતિની ગેરહાજરીમાં તેના જ ઘરમાં બંને રંગરેલિયા મનવાતા હતા. જોકે, આ પ્રેમસંબંધની જાણ પતિને થઈ જતાં પરિણીતાએ સંબંધ ખતમ કરી નાંખ્યો હતો, પરંતુ પ્રેમી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેને કારણે પરિણીતાએ અંતે આપઘાત કરી લીધો હતો. બીજી તરફ પ્રેમીને જાણ થતાં તેણે પણ આપઘાત કરી લીધો છે. પોલીસે આત્મહત્યા કેસમાં પરિવારનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : રીસોર્ટની રીસેપ્શનિસ્ટ સાથે વેઈટરે ગેસ્ટ હાઉસમાં બાંધ્યા શરીર સંબંધ, જાણો બીજે ક્યાં ક્યાં લઈ જઈને બાંધ્યા શરીર સંબંધ ને પછી.....
અમદાવાદઃ શહેરના સૈજપુર બોઘામાં રહેતી અને ગાંધીનગરના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને તેની સાથે જ નોકરી કરતાં વેઇટર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્નેએ ગાંધીનગરની એક હોટલમાં શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવકે પ્રેમિકાના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. તેમજ આ ફોટા બતાવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
19 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે વર્ષ 2018થી 2019 દરમિયાન ગાંધીનગરના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. આ સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. યુવતીને તેની સાથે કામ કરતાં રિસોર્ટની કેન્ટીનના વેઇટર સાથે થયેલા પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું.
ગત 18મી ઓક્ટોબર 2018ના રોજ બંને ગાંધીનગરના સેક્ટર 16માં આવેલા ગેસ્ટ હાઉસમાં ગયા હતા અને અહીં બંનેએ શરીરસુખ માણ્યું હતું. જોકે, આ સમયે યુવકે યુવતીની અશ્લીલ તસવીરો લઈ લીધી હતી. આ પછી 23મી ઓકટોબરે બપોરે યુવક પ્રેમિકાને ફરીથી પૂર્ણિમા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી 19મી જાન્યુઆરી 2019ના રોજ યુવક યુવતીને એક્ટિવા ઉપર બેસાડી થલતેજની એક હોટલમાં લઈ ગયો હતો અને અહીં પણ બંનેએ શરીરસંબંધ બાંધ્યા હતા.
યુવતીના અશ્લીલ ફોટા લીધા પછી નિરંતર યુવતી સાથે શરીરસુખ માણતો હતો. ગાંધીનગરની અન્ય એક હોટલમાં અલગ અલગ તારીખે 8થી 10 વાર સંબંધ બાંધ્યા હતા. અન્ય એક હોટલમાં પણ પાંચથી 6 વાર સંબંધ બાંધ્યા હતા. યુવતી પ્રેમી સાથે વાત કરતી હોવાથી યુવતીના માતા-પિતાને ખબર પડી ગઈ હતી. આથી તેમણે પ્રેમીને મળવા ઘરે બોલાવ્યો હતો. આ સમયે યુવકે લગ્ન માટે હા પાડી હતી. આ પછી યુવતીએ 31 માર્ચ 2019ના રોજ રિસોર્ટમાંથી રાજીનામું આપી નોકરી છોડી દીધી હતી.
યુવતી પુખ્ત થતાં તેણે પ્રેમીને લગ્નની વાત કરી હતી. તેમજ પ્રેમીને તેના માતા-પિતાને આ બાબતે જાણ કરવા પણ કહ્યું હતુ. આ પછી પ્રેમી દર રવિવારે યુવતીને મળવા તેના ઘરે જતો હતો અને યુવતીના જ ઘરમાં શરીરસંબંધ બાંધતો હતો. જોકે, છેલ્લા 10 દિવસથી પ્રેમિકા પ્રેમીને ફોન કરે તો સતત એન્ગેજ આવતો હતો. આ પછી અંતે પ્રેમીએ તેને મળવા બોલાવી હતી. તેમજ યુવકના મોબાઇલમાંથી એક નંબર પર શંકા જતાં તપાસ કરતાં અન્ય યુવતીનો હોવાનું અને તેની સાથે સગાઇ થવાની જાણ થતાં યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ પછી યુવકે ભાવી પત્નીને કોન્ફરન્સમાં રાખીને પ્રેમિકાને પોન કર્યો હતો. તેમજ તેની સાથે લગ્ન નહીં કરું અને થાય તે કરી લેવા જણાવ્યું હતું. તેમજ તારે મરવું હોય તો મરીજા તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થતાં યુવતીએ માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. તેમજ પ્રેમી સાથે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
