શોધખોળ કરો

Ahmedabad: શું ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન કરતા બીકોમ, BA અને BBA ભણવું વધારે મોંઘુ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

અમદાવાદ: આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને પોહચાડી છે.

અમદાવાદ: આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને પોહચાડી છે.  ગુજરાત રાજ્યમાં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે.

પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે. ગુજરાતની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણમાં ટોપ યુનિવર્સિટી ક્લબમાં ના આવે, પણ વિદ્યાર્થીઓ - વાલીઓ ને લૂંટવામાં વન મિલિયન ફી ક્લબમાં જવા ન ઘેલછા છે. 

ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએની ફી મેડિકલની ફી કરતા પણ મોંઘી. ગુજરાતની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટીના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સની ફી જોઈએ અને સરકારની કોલેજોની ફી જોડે સરખાવવમાંમાં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટીના જે બિલ્ડિંગમાં સવારે બીકોમમાં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવામાં આવે છે, તે જ કેમ્પસમાં બપોરે ગુજરાત યુનિવર્સિટીની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવામાં આવી રહી છે.

નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના  વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. પંડિત દીનદયાળના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર  દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે.

કોંગ્રેસના શાસનમાં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦ થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીસ પણ માફ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી  ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે. આમ કોંગ્રેસે સરકાર પર ફીને લઈને આકરા પ્રહાર કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget