Ahmedabad: બેફામ નબીરાઓ સામે પોલીસનું મેગા ઓપરેશન, SG હાઈવે, SP રિંગ રોડ, સિંધુ ભવન રોડ પર રેસ લગાવનારાઓ સામે કડક કાર્યવાહી
અમદાવાદ શહેરમાં બેફામ નબીરાઓ સામે અમદાવાદ પોલીસે મેગા ઓપરેશન શરુ કર્યું છે. SG હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ પર ન્યૂસંસ ફેલાવનારા, રેસ લગાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેફામ નબીરાઓ સામે અમદાવાદ પોલીસે મેગા ઓપરેશન શરુ કર્યું છે. SG હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ પર ન્યૂસંસ ફેલાવનારા, રેસ લગાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમો તોડનારા અને ઓવરસ્પીડમાં ડ્રાઈવ કરનારા વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ પોલીસ દ્વારા રોડ પર રેસ લગાવનારાઓ તેમજ મોડી રાત સુધી ન્યૂસંસ ફેલાવનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના SG હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ પર એક-એક વાહનોને ચેક કર્યા બાદ જ જવા દેવામાં આવી રહ્યા છે. સિંધુ ભવન રોડ પર કાફેમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેર બાદ રાજ્યના તમામ શહેરોમાં એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચાલવાની છે. ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ, લાઈસેન્સ સહિત તમામ વસ્તુઓ તપાસ કરવામાં આવી રહી છે. નિયમો તોડનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે બેફામ વાહન ચલાવતા નબીરાઓનું આવી બનશે.
અમદાવાદ પોલીસના ધાડેધાડા એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર ઉતારી દેવામાં આવ્યા છે. એક-એક વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે. નશો કરીને વાહન ચલાવતા નબીરાઓની હવે ખેર નહી રહે.