શોધખોળ કરો

Big Breaking: ખેડૂતો માટે મોટા સમાચાર! માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની કરી જાહેરાત

Gandhinagar: ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.   માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે.

Gandhinagar: ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.   માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે.

આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. 
 
તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Embed widget