Made In India: ગૌરવની વાત, ભારતમાં વેચાતા 99.20 ટકા ફોન મેડ ઈન ઈન્ડિયા
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2014માં દેશનો 78 ટકા મોબાઈલ ઈન્ડસ્ટ્રી આયાત પર નિર્ભર હતી અને આજે 9 વર્ષ પછી 2023માં ભારતમાં વેચાતા મોબાઈલમાંથી 99.2 ટકા મોબાઈલ 'મેડ ઈન ઈન્ડિયા' છે. તે
Made in India: ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મેઈડ ઈન ઈન્ડિયાને લઈને ભારત કેટલું ગંભીર છે તેનો નવીનતમ પુરાવો આપ્યો છે. મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોદી સરકારની સિદ્ધિની જાહેરાત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતમાં મોબાઈલ ઉત્પાદન માત્ર 9 વર્ષમાં 20 ગણું વધ્યું છે. દેશમાં વેચતા 99.20 ટકા ફોન પર મેડ ઈન ઈન્ડિયાની મોહર લાગેલી હોય છે. તેમણે મોબાઈલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો સાથેની બેઠક બાદ સોશિયલ સાઈટ એક્સ પર આ માહિતી આપી હતી.
2014માં દેશની 78 ટકા મોબાઈલ ઈન્ડસ્ટ્રી આયાત પર નિર્ભર હતી
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2014માં દેશની 78 ટકા મોબાઈલ ઈન્ડસ્ટ્રી આયાત પર નિર્ભર હતી અને આજે 9 વર્ષ પછી 2023માં ભારતમાં વેચાતા મોબાઈલમાંથી 99.2 ટકા મોબાઈલ 'મેડ ઈન ઈન્ડિયા' છે. તેમણે કહ્યું કે આયાત પર ભારતની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટી ગઈ છે.
મંત્રીએ કહ્યું કે મોબાઈલ સેક્ટરની આ વૃદ્ધિએ માત્ર સ્થાનિક ઉત્પાદન ઈકોસિસ્ટમને મજબૂત બનાવ્યું નથી પરંતુ વિદેશી આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
Met Mobile industry to review progress.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 25, 2023
📱Industry has grown 20 times in 9 years.
👉2014: 78% import dependent
👉2023: 99.2% of all mobiles sold in India are ‘Made In India’. pic.twitter.com/SxUeDwNjsn
ઘણી જાણીતી બ્રાંડ ભારતમાં કરી રહી છે ફોનનું ઉત્પાદન
હાલમાં જ ગૂગલે પોતાના Pixel ફોન વિશે કહ્યું છે કે આ ફોન ભારતમાં જ બનાવવામાં આવશે. ભારતમાં વેચાતા Pixel ફોન ભારતમાં જ બનશે. આ પહેલા, Apple, Samsung, Xiaomi, Realme, Oppo, Vivo અને OnePlus જેવી ઘણી બ્રાન્ડ ભારતમાં તેમના ફોનનું ઉત્પાદન કરી રહી છે. ભારતમાં આઈફોનની સાથે સાથે ગૂગલ પિક્સલ જેવા પ્રીમિયમ ફોન પણ મેડ ઈન ઈન્ડિયા હશે. વૈષ્ણવે ક્યું કે, દેશમાં દેશમાં ઉત્પાદન વધવું ગર્વની વાત છે.