મુંબઈમાં કોરોના વિસ્ફોટ થતાં અંબાણી પરિવાર ગુજરાતના ક્યા શહેરમાં આવી ગયો ? એક મહિનાથી આ શહેરમાં રહે છે ?
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલ ટીએમસી બંગલોની નજીક જ મુકેશ અંબાણીનું નિવાસસ્થાન છે.
મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે મહારાષ્ટ્રમાં તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે સામાન્ય માણસ પરેશાને છે ત્યારે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. એક ગુજરાતી જાણીતી વેબસાઈટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં છે. તેઓ અહીં તેમની રિલાયન્સ ટાઉનશિપમાં રહી રહ્યા હોવાનું વેબસાઈટે દાવો કર્યો છે.
નોંધનીય છે કે, જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલ ટીએમસી બંગલોની નજીક જ મુકેશ અંબાણીનું નિવાસસ્થાન છે. અહીં જ પરિવાર રહેતો હોવાનું સૂત્રોએ કહ્યું છે. જોકે આ વાતનું રિલાયન્સ ગ્રુપ દ્વારા સત્તાવાર કોઈ સમર્થન કરવામાં આવ્યું નથી. સાથે જ રિલાયન્સ ટાઉનશિપમાં સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જેથી એવી શક્યતા છે કે અંબાણી પરિવાર ચોક્કસપણે જામનગરમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે અંબાણી પરિવાર આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને અહીં રેહવા પાછળના કારણઓ વિશે અનેક મતમતાંતર છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. જેની તપાસ હાલમાં એનઆઈએ કરી રહી છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ કરી છે. આ કેસમાં રોજરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ જ કારણે અંબાણી પરિવાર જામનગરમાં હોવા પાછળ આ કેસ હોવાનું પણ મનાય છે.
આ સિવાય બીજું એક કારણ કોરોના વાયરસ પણ હોઈ શકે. મુંબઈમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ વધી રહ્યો છે જેના કારણે પરિવાર જામનગરમાં આવી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે આંખો ખરાબ થઈ રહી છે, સાંભળવાની શક્તિ પણ ઘટે છે
સૌરાષ્ટ્રના આ શહેર માટે રાહતના સમાચાર, હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે
ગુજરાતના આ શહેરમાં કોરોનાની ભયાનક સ્થિતિ, એક જ દિવસમાં 2491 નવા કેસ નોંધાયા