શોધખોળ કરો

IPO Market: IPO માટે શાનદાર રહ્યું આ વર્ષ, જાણો કેટલા આઈપીઓ આવ્યા અને કેટલા કરોડ રૂપિયા કર્યા એકત્ર

IPO Market Update: આ વર્ષે માત્ર 7 મહિનામાં 61 IPOએ રૂ. 52,759 કરોડ એકત્ર કર્યા છે, જે ગયા વર્ષે રૂ. 31060 કરોડ હતા.

IPO Market:  નાણાકીય વર્ષ 2021-22 IPO માર્કેટ માટે ઘણું સારું રહ્યું છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલા આંકડા તે વાતની પુષ્ટિ કરે છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ઓક્ટોબર સુધી 61 કંપનીઓએ IPO દ્વારા 52,759 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એટલે કે માત્ર એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે IPO દ્વારા રૂ. 52,759 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે ગત નાણાકીય વર્ષ 2020-21ના સમગ્ર સમયગાળામાં 56 IPO દ્વારા માત્ર 31060 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી માર્કેટમાં આવેલા 34 IPO MSME ક્ષેત્રની કંપનીઓના હતા. ચાલુ નાણાકીય વર્ષમાં 100 કરોડ રૂપિયાથી ઓછી કિંમતના 35 IPO, 100-500 કરોડ રૂપિયાની રેન્જના ચાર અને રૂપિયા 500 કરોડ કે તેથી વધુના 22 IPO આવ્યા છે. નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, આ વર્ષે આવનારા સૌથી વધુ 10 IPO આરોગ્ય ક્ષેત્રના અને છ સિમેન્ટ અને બાંધકામ ક્ષેત્રના છે.

નવેમ્બર પણ શાનદાર રહ્યો

ઓક્ટોબર મહિના બાદ નવેમ્બરમાં પણ મોટા મોટા આઈપીઓ બજારમાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ પેટીએમનો 18,800 કરોડ રૂપિયાનો હતો. આ ઉપરાંત પોલીસી બજારનો 5700 કરોડ રૂપિયા અને નાયકાનો 5400 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યા હતા. 2021-22 IPOની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેશે કારણ કે LICનો સૌથી મોટો IPO પણ આ નાણાકીય વર્ષમાં આવવાનો છે.

દેશની સૌથી મોટી બ્રાન્ડ પૈકી એક અમૂલ પણ IPO લાવશે ? MD સોઢીએ શું કહ્યું ?

હાલ ઘણી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. એક-બે અપવાદને બાદ કરતાં મોટાભાગની કંપનીઓએ સારુ વળતર આપ્યું છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બ્રાન્ડ અમૂલના આઈપીઓને લઈ એમડી સોઢીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમૂલ ક્યારેય આઈપીઓ નહીં લાવે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે પેકેજ બટરમાં કંપનીનો 95 ટકા બજાર હિસ્સો છે અને શું તેઓ આઈપીઓ લાવશે. તેના જવાબમાં આરએસ સોઢીએ સ્પષ્ટ ના પાડી હતી.  થોડા દિવસ પહેલા ટ્વીટરના નવા સીઈઓ તરીકે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની જાહેરાત થઈ ત્યારે અમૂલે એક પોસ્ટર બનાવીને મેસેજ આપ્યો હતો,

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget