શોધખોળ કરો

PIB Fact Check: કેન્દ્ર સરકાર દરેક પરિવારના એક સભ્યને નોકરી આપી રહી છે, જાણો વાયરલ મેસેજનું સત્ય

આ માહિતી સાથે સંબંધિત એક YouTube વીડિયો #YouTube વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારની "એક પરિવાર એક નોકરી યોજના" હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપશે.

PIB Fact Check: હાલ સોશિયલ મીડિયા પર સરકારી નોકરીઓને લઈને અનેક પ્રકારની માહિતી બહાર આવી રહી છે. આ દરમિયાન એક મેસેજે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની વન ફેમિલી વન જોબ સ્કીમ હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ માહિતી સાથે સંબંધિત એક YouTube વીડિયો #YouTube વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની "એક પરિવાર એક નોકરી યોજના" હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

જ્યારે PIB ફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. કેન્દ્ર સરકારે આવી કોઈ યોજના બનાવી નથી. પીઆઈબીએ આવા વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે. તે યુવાનોમાં ભ્રમ ફેલાવે છે.

ટીમે આ ફેક મેસેજનો સ્ક્રીન શોટ ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેના પર નકલી હોવાની મહોર લગાવવામાં આવી છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે દરેક પરિવારના 18 થી 48 વર્ષના ઉમેદવારોને નોકરીની તક મળશે. આ માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાને એક પરિવાર એક નોકરી યોજના નામ આપવામાં આવ્યું છે.

PIBએ કહ્યું છે કે આવા મેસેજથી સાવધાન રહો. પીઆઈબીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો સોશિયલ મીડિયા પર આવો કોઈ શંકાસ્પદ મેસેજ આવે તો તેની તપાસ કરાવવા તેમનો સંપર્ક કરો. ટ્વિટર પર @PIB Fact check પર જવું પડશે.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget