પોસ્ટ ઓફિસના ગ્રાહકો 1લી એપ્રિલ પહેલા આ મહત્વપૂર્ણ કામ કરી લે! અન્યથા પાછળથી મોટી મુશ્કેલી થશે
હવે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વગેરે જેવી કોઈપણ પ્રકારની નાની બચત યોજનામાં રોકાણ કરવા માટે 1લી એપ્રિલ 2022થી બેંક ખાતું ખોલાવવું જરૂરી બનાવી દીધું છે.
જો તમે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. નિયમોમાં ફેરફારને કારણે 1 એપ્રિલ 2022થી તમારા ખિસ્સા પર ખરાબ અસર પડશે. પોસ્ટ ઓફિસના બદલાયેલા નિયમો અનુસાર, હવે ગ્રાહકોને ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમ (MIS)માં રોકાણ કરવા માટે બચત ખાતું અથવા બેંક ખાતું ખોલાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
પોસ્ટ ઓફિસે હવે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વગેરે જેવી કોઈપણ પ્રકારની નાની બચત યોજનામાં રોકાણ કરવા માટે 1લી એપ્રિલ 2022થી બેંક ખાતું ખોલાવવું જરૂરી બનાવી દીધું છે. હવે આ નાના બચત ખાતાઓમાં જમા રકમ પર તમને જે વ્યાજ મળશે તે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા બેંક ખાતામાં જ જમા થશે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસે એવા તમામ ગ્રાહકોને કહ્યું છે કે જેમની પાસે કોઈ પણ પ્રકારનું બચત ખાતું નથી.
પોસ્ટ ઓફિસ કે બેંકમાં બચત ખાતું હોવું જરૂરી છે
પોસ્ટ ઑફિસે કહ્યું છે કે ગ્રાહક શક્ય તેટલી વહેલી તકે તેમનું પોસ્ટ ઑફિસ અથવા બેંક બચત ખાતું ખોલાવશે અને પોસ્ટ ઑફિસની વરિષ્ઠ નાગરિક બચત યોજના, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વગેરેનું વ્યાજ હવે તે ખાતામાં જમા કરવામાં આવશે. જો તમારું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં પહેલેથી ખાતું છે, તો તેને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરો. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સેવિંગ એકાઉન્ટ વગર તમને નાના બચત ખાતામાં વ્યાજ નહીં મળે. તેથી, 31 માર્ચ 2022 પહેલા, આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરો.
આ રીતે SCSS/TD/MIS ને બચત ખાતા સાથે લિંક કરો-
જો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટને SCSS/TD/MIS સાથે લિંક કરવા માંગો છો, તો તમે આ માટે ઓટોમેટિક ટ્રાન્સફર સેવાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ લિંક કરવા માટે, તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેક દ્વારા લિંક કરી શકો છો.