શોધખોળ કરો

Stock Market Closing: RBI પોલિસીથી પણ ન આવ્યો માર્કેટને મૂડ , જાણો કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું શેરબજાર

આરબીઆઈએ આજે રેપો રેટમાં કોઈ બદલાવ ન કર્યો હોવા છતાં શેરબજારમાં ઉછાળો આવ્યો નહોતો, જોકે તેમ છતાં બજાર વધારા સાથે બંધ રહ્યું હતું.

Stock Market Closing, 6th April, 2023:  ભારતીય શેરબજાર માટે ગુરુવાર અને હનુમાન જયંતિનો દિવસ લાભદાયી રહ્યો. જોકે આરબીઆઈએ આજે રેપો રેટમાં કોઈ બદલાવ ન કર્યો હોવા છતાં શેરબજારમાં ઉછાળો આવ્યો નહોતો, જોકે તેમ છતાં બજાર વધારા સાથે બંધ રહ્યું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 262.41 લાખ કરોડ થઈ છે.

કારોબારી દિવસના અંતે કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું શેરબજાર

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 143.66 પોઈન્ટના વધારા સાથે 59,832.97 પોઇન્ટ અને નિફ્ટી 42.1 પોઇન્ટના વધારા સાથે 17599.15 પોઇન્ટ પર બંધ રહ્યા. બુધવારે સેન્સેક્સ 582.87 પોઇન્ટના વધારા સાથે 59,689.31 પોઈન્ટ પર અને નિફ્ટી 159 પોઇન્ટ વધીને 17557.05 પોઇન્ટ પર બંધ રહ્યા.  મંગળવારે મહાવીર જયંતિના કારણે શેરબજાર બંધ હતું. સોમવારે સેન્સેક્સ 114.92 પોઇન્ટના વધારા સાથે 59,106.44 અને નિફ્ટી 38.3 પોઇન્ટના વધારા સાથે 17398.05 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

બજારમાં સતત ત્રીજા દિવસે તેજી

મોનેટરી પોલિસીની જાહેરાત કરતા RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે બજારમાં આ તેજી જોવા મળી હતી. RBIના વ્યાજદરમાં વધારો નહીં કરવાના નિર્ણય બાદ બજારે રાહતનો શ્વાસ લીધો છે.

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા જેવા સેક્ટરના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, આઈટી જેવા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ શેર પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50માંથી 29 શેરો ઉછાળા સાથે જ્યારે 21 નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા હતા જ્યારે 14 નુકસાન સાથે બંધ થયા હતા.

Stock Market Closing: RBI પોલિસીથી પણ ન આવ્યો માર્કેટને મૂડ , જાણો કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું શેરબજાર

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે સવારે સેન્સેક્સ 123.63 પોઈન્ટ અથવા 0.21% ઘટીને 59,565.68 પર અને નિફ્ટી 31.40 પોઈન્ટ અથવા 0.18% ઘટીને 17,525.60 પર ખુલ્યો હતો. લગભગ 1190 શેર વધ્યા હતા અને 716 શેર ઘટ્યા, જ્યારે 92 શેર યથાવત રહ્યા હતા.

વધેલા ઘટેલા શેર્સ

આજના કારોબારમાં બજાજ ફાઈનાન્સ 2.95%, ટાટા મોટર્સ 2.61%, બજાજ ફિનસર્વ 1.90%, ઈન્ડસઈન્ડ બેંક 1.80%, સન ફાર્મા 1.50%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.35%, SBI 0.99%, HDFC 0.91%, Larsen 0.79% વધીને બંધ થયા. જ્યારે HCL ટેક 1.79 ટકા, ICICI બેન્ક 1.10 ટકા, એક્સિસ બેન્ક 1.04 ટકા, ટેક મહિન્દ્રા 0.98 ટકા, ટાઇટન કંપની 0.93 ટકા, ટેક મહિન્દ્રા 0.98 ટકા, એક્સિસ બેન્ક 1.04 ટકા ઘટીને બંધ થયા હતા.

Stock Market Closing: RBI પોલિસીથી પણ ન આવ્યો માર્કેટને મૂડ , જાણો કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું શેરબજાર

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 262.37 લાખ કરોડ થયું છે, જે બુધવારે રૂ. 261.31 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.06 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 59,832.97 59,950.06 59,520.12 0.00
BSE SmallCap 27,725.34 27,744.41 27,507.05 0.01
India VIX 11.80 12.57 11.65 -4.95%
NIFTY Midcap 100 30,353.80 30,397.60 30,058.05 0.64%
NIFTY Smallcap 100 9,198.35 9,210.05 9,112.25 0.01
NIfty smallcap 50 4,177.90 4,184.35 4,138.30 0.01
Nifty 100 17,414.65 17,451.10 17,321.30 0.00
Nifty 200 9,124.50 9,142.65 9,072.35 0.00
Nifty 50 17,599.15 17,638.70 17,502.85 0.00
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, અહીં જોઈ શકશો પરિણામ
Gujarat: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, અહીં જોઈ શકશો પરિણામ
PBKS vs LSG Live Score: પંજાબને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો, પ્રિયશ આર્ય આઉટ, લખનૌ માટે મોટી સફળતા
PBKS vs LSG Live Score: પંજાબને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો, પ્રિયશ આર્ય આઉટ, લખનૌ માટે મોટી સફળતા
IPL 2025: રોમાંચક મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને માત્ર 1 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત 
IPL 2025: રોમાંચક મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને માત્ર 1 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત 
સરદારધામના ટ્રસ્ટી ગગજી સુતરિયાનું નિવેદન: 'આપણી દીકરીઓની કમ્મરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ', ઇઝરાયલની જેમ…
સરદારધામના ટ્રસ્ટી ગગજી સુતરિયાનું નિવેદન: 'આપણી દીકરીઓની કમ્મરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ', ઇઝરાયલની જેમ…
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghvi Responds to Gagji Sutariya: ગગજી સુતરિયાના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રીનો જવાબHarsh Sanghavi: રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદનBig Breaking: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,  આવતીકાલે જાહેર થશે ધોરણ 12નું પરિણામNorth Gujarat Rain: ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બરબાદીનો વરસાદ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, અહીં જોઈ શકશો પરિણામ
Gujarat: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, અહીં જોઈ શકશો પરિણામ
PBKS vs LSG Live Score: પંજાબને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો, પ્રિયશ આર્ય આઉટ, લખનૌ માટે મોટી સફળતા
PBKS vs LSG Live Score: પંજાબને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો, પ્રિયશ આર્ય આઉટ, લખનૌ માટે મોટી સફળતા
IPL 2025: રોમાંચક મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને માત્ર 1 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત 
IPL 2025: રોમાંચક મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને માત્ર 1 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત 
સરદારધામના ટ્રસ્ટી ગગજી સુતરિયાનું નિવેદન: 'આપણી દીકરીઓની કમ્મરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ', ઇઝરાયલની જેમ…
સરદારધામના ટ્રસ્ટી ગગજી સુતરિયાનું નિવેદન: 'આપણી દીકરીઓની કમ્મરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ', ઇઝરાયલની જેમ…
Gujarat Rain: ધોધમાર વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી,જાણો શું કહ્યું ?
Gujarat Rain: ધોધમાર વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી,જાણો શું કહ્યું ?
Gujarat Rain: ભીષણ ગરમી વચ્ચે વરસાદનું ઓરેન્જ એલર્ટ, આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Gujarat Rain: ભીષણ ગરમી વચ્ચે વરસાદનું ઓરેન્જ એલર્ટ, આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
અમૃતસરથી પકડાયા 2 ISI જાસૂસ! આર્મી અને એરબેઝની જાણકારી મોકલી રહ્યા હતા પાકિસ્તાન 
અમૃતસરથી પકડાયા 2 ISI જાસૂસ! આર્મી અને એરબેઝની જાણકારી મોકલી રહ્યા હતા પાકિસ્તાન 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ, ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ, ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
Embed widget