શોધખોળ કરો

વેચવાલીને પગલે મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હાહાકાર, રોકાણકારોના 10.50 લાખ કરોડ ધોવાયા

શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ઘટાડાનાં કારણે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા મિનિટોમાં ધોવાઇ ગયા હતા

Stock Market Crash: શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ઘટાડાનાં કારણે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા મિનિટોમાં ધોવાઇ ગયા હતા. શેરબજાર સવારે તેજી સાથે ખુલ્યું હતું પરંતુ વિદેશી રોકાણકારોની તીવ્ર વેચવાલીથી મિડકેપ અને સ્મોલકેપમાં હાહાકાર મચ્યો હતો. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1600 અને નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 650 પોઈન્ટનો ઘટાડો થયો છે. BSE સેન્સેક્સ હાલમાં 346 પોઈન્ટ અને નિફ્ટી 151 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ભારતમાંથી તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે તેઓ છેલ્લા છ સત્રોથી ભારતીય બજારમાં વેચવાલી કરી રહ્યા છે જેના કારણે બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

ચીન ભારતીય બજારોને આપી રહ્યું છે દર્દ!

સોમવાર 7 ઓક્ટોબરની સવારે ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર તેજી સાથે ઓપન થયું હતું. આઈટી બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ બજાર ખૂલ્યાના એક કલાક પછી વેચવાલી પાછી આવી અને મોટાભાગની વેચવાલી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 2000 પોઈન્ટ્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 800 પોઈન્ટ્સ દિવસના ઉચ્ચ સ્તરેથી ઘટ્યા હતા. સેન્સેક્સ પણ દિવસના હાઇ લેવલથી 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 350 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. જો કે, હવે બજારમાં રિકવરી જોવા મળી હતી

રોકાણકારોના 10.50 લાખ કરોડ ધોવાયા

શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે ઘટાડાથી માર્કેટ કેપિટલાઇઝેશનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ 10.54 લાખ કરોડ રૂપિયા ઘટીને 450.35 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં 460.89 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજે રોકાણકારોને 10.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ભારતીય બજારમાં કેમ ઘટાડો નોંધાઇ રહ્યો છે

ચીનની સરકારે હાલમાં જ તેની અર્થવ્યવસ્થાને કટોકટીમાંથી ઉગારવા માટે આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર 1.4 ટ્રિલિયન ડોલરના અન્ય રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આ કારણે ચીનના શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી વેચવાલી કરીને ચીનના શેરબજારમાં રોકાણ વધારી રહ્યા છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે જેના કારણે ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ઈઝરાયલ-ઈરાન તણાવ પણ શેરબજારના ઘટાડા પાછળ કારણભૂત છે.

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
Ratan Tata : રતન ટાટાએ તેમની તબિયત ખરાબ હોવાના સમાચારને અફવા ગણાવી, કહ્યું- તેઓ સ્વસ્થ છે
Ratan Tata : રતન ટાટાએ તેમની તબિયત ખરાબ હોવાના સમાચારને અફવા ગણાવી, કહ્યું- તેઓ સ્વસ્થ છે
Embed widget