શોધખોળ કરો

LPGના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?

Petrol-Diesel Rates: કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે.

સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગેસના ભાવ ઘટાડવાના નિર્ણયથી ફુગાવાના દરમાં 30 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો 6 ટકાથી નીચે જવાનો છે. જુલાઈમાં ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે.

ખાદ્યપદાર્થોના ભાવ ઘટાડવા પર ધ્યાન

ભારત સરકાર ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, સરકારે ચોખા, ઘઉં, ડુંગળી અને અન્ય અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કરીને વધતી કિંમતોથી રાહત મળી શકે.

વર્ષના અંતે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે

આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ પછી 2024ની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી સમયમાં તિજોરીમાંથી વધુ નાણાં ખર્ચવામાં આવી શકે છે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો!

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, ગેસોલિન અને ડીઝલના પંપ ભાવ એક વર્ષથી વધુ સમયથી યથાવત છે. તેમણે કહ્યું કે ઈંધણની કિંમતમાં કોઈપણ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા દ્વારા કરી શકાય છે.

અમેરિકામાં ક્રૂડ ઓઈલના વપરાશનો આંકડો આવી ગયો છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ (API) અનુસાર, ત્યાં ક્રૂડની ઇન્વેન્ટરીમાંથી 11.486 મિલિયન બેરલ ક્રૂડ લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે માત્ર 2.418 મિલિયન બેરલ ક્રૂડ ખેંચાયા હતા. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ક્રૂડ ઈન્વેન્ટરીમાંથી 44 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો ચોખ્ખો ઉપાડ થયો છે. આ કારણે ગઈ કાલે સાંજે 4:16 વાગ્યે બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.28 ટકા વધીને 85.50 બેરલ થઈ હતી. ગયા સપ્તાહની સરખામણીમાં આ બેરલ દીઠ $1.50 નો વધારો છે. મંગળવારે બજાર બંધ થવા પર, બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $85.49 પર બંધ થયું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ અથવા WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ $81.16 પર ટ્રેડ થઈ રહ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Embed widget