જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગણી સાથે ગાંધીનગરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું આંદોલન
પ્રાથમિક શૈક્ષિક સંઘ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા રચાયેલી કમિટીની કામગીરી મુદ્દે પણ સવાલ ઉઠાવશે અને બાળકોના અભ્યાસ પર અસર ન થાય તે મુજબના સમયે શિક્ષકોનું આ આંદોલન શરૂ રહેશે.
OPS Vs NPS: ગાંધીનગરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગણી સાથે આ દેખાવ કરવામાં આવ્યો છે. આ દરમિયાન 3થી 7 ઓક્ટોબર સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરાશે. જેમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખોને રજૂઆત કરવામાં આવશે. જે જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માગ સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કરાશે. સાથે જ પ્રાથમિક શૈક્ષિક સંઘ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા રચાયેલી કમિટીની કામગીરી મુદ્દે પણ સવાલ ઉઠાવશે અને બાળકોના અભ્યાસ પર અસર ન થાય તે મુજબના સમયે શિક્ષકોનું આ આંદોલન શરૂ રહેશે.
જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે મહેસાણા અરવિંદ બાગથી ગાંધી પ્રતિમા સુધી શિક્ષકોએ રેલી યોજી હતી. સાથે જ રામધૂન યોજી, સભા યોજી આંદોલન કર્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ - ગુજરાત પ્રાંત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જિલ્લા દ્વારા આંદોલન કરવામાં આવ્યું.
જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત
જૂની પેન્શન યોજના
આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે.
OPS હેઠળ, પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી.
જૂની પેન્શન યોજના હેઠળ પેમેન્ટ સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે.
આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી ઉપલબ્ધ છે.
આમાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે
છ મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવાની જોગવાઈ છે.
નવી પેન્શન યોજનામાં શું છે?
કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા અને ડીએ કાપવામાં આવે છે.
નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેના કારણે તે એટલી સલામત નથી.
છ મહિના પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી.
નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી.
આ પણ કર કપાત હેઠળ આવે છે.
નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે, તમારે એનપીએસના 40 ટકા વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે.
કયા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ છે
નવી પેન્શન યોજનાના વિરોધમાં દેશના પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે આ રાજ્યોના કર્મચારીઓને કોઈપણ કપાત વિના દર મહિને જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જૂની પેન્શન યોજના સૌપ્રથમ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે.