Gandhinagar: G20 ઈન્ડિયામાં ભાગ લેવા આવેલા AIIBના પ્રેસિડેન્ટે ગુજરાતના કર્યા પેટ ભરીને વખાણ
ગાંધીનગર: G20 ઈન્ડિયાની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીસની બેઠકમાં સહભાગી થવા આવેલા એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંકના પ્રેસિડેન્ટ ઝિન લિકવન અને પ્રતિનિધિ મંડળે ગુજરાતના વિકાસથી તેઓ પ્રભાવિત થયા હોવાનો મત વ્યક્ત કર્યો છે.
ગાંધીનગર: G20 ઈન્ડિયાની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીસની બેઠકમાં સહભાગી થવા આવેલા એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંકના પ્રેસિડેન્ટ ઝિન લિકવન અને પ્રતિનિધિ મંડળે ગુજરાતના વિકાસથી તેઓ પ્રભાવિત થયા હોવાનો મત વ્યક્ત કર્યો છે. ઝીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે ગિફ્ટ સિટીમાં યોજેલી બેઠકમાં કહ્યું કે, તેઓ અગાઉ પણ ગુજરાત આવેલા છે. જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેમને વિકાસમાં નવીનતા જોવા મળી છે. તે માટે તેમણે મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.
AIIB ના પ્રેસિડેન્ટએ આ બેઠકમાં જણાવ્યું કે, ગુજરાતે જે ફાઈવ પીલ્લર આધારિત વિકાસનો ભાવિ રોડ મેપ નક્કી કર્યો છે. તે તેમના ઈન્ફ્રાસ્ટ્રક્રચર ડેવલોપમેન્ટના આયોજનને સંપૂર્ણ સુસંગત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાન જણાવ્યું કે, ગુજરાતમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થપનથી છેલ્લા દાયકામાં રાજ્યની અર્થ વ્યવસ્થા ૧૨ ટકાથી વધુના ઊંચા દરે વૃદ્ધિ પામી છે. મેન્યુફેકચરિંગ સેક્ટર,સર્વિસ સેક્ટર અને એગ્રિકલચર સેક્ટર એકબીજાના પૂરક બનીને સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વનું પ્રદાન કરે છે.ગુજરાતે ઝડપી વિકાસ દર હાંસલ કરવા આ વર્ષના બજેટની સાઇઝમાં ૨૩ ટકાનો અને મૂડી ખર્ચમાં ૯૨ ટકા નો વધારો કર્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે,ગુજરાતની આ વિકાસ યાત્રામાં AIIB મહત્વનું ભાગીદાર બની રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં #G20India હેઠળની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝની બેઠક અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેબિલિટી અને સોશ્યલ… pic.twitter.com/qVzFEp08p7 — CMO Gujarat (@CMOGuj) July 16, 2023
મિશન સ્કૂલ ઓફ એકસેલેન્સના પ્રોજેક્ટ માં AIIB નું યોગદાન સરાહનીય છે. એટલુ જ નહિ ભવિષ્યમાં જે વિવિધ લક્ષ્યો સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે તેમાં રીન્યુએબલ એનર્જી, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્રચર, રૂરલ રોડ કનેક્ટિવિટી, પીવાનું પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના ક્ષેત્રમાં ગુજરાત AIIB નો સહયોગ ઈચ્છે છે તેમ તેમણે કહ્યું હતું. AIIB ના પ્રેસિડેન્ટશ્રી એ ગુજરાતમાં લાર્જ સ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મદદ માટે સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી.રીન્યુએબલ એનર્જી, વોટર સપ્લાય, વિમેન એમ્પાવરમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર જેવી બાબતોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે તેમની ઉત્સુકતા છે એમ તેમણે ઉમેર્યું હતું.
AIIB ગુજરાતને આ બધા સેકટર સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં હજુ વધુ ઉદાર સહયોગ માટે તત્પર છે અને ગુજરાત સરકાર આવા પ્રોજેક્ટ રજૂ કરશે તો અવશ્ય તે અંગે સકારાત્મકતાથી વિચારવા પણ તેમણે ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અવશ્ય સહભાગી થવા આપેલા આમંત્રણનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર, ગિફ્ટ સિટીના ચેરમેન ડો હસમુખ અઢિયા, એમ ડી તપન રે તેમજ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા વગેરે અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial