શોધખોળ કરો

Gujarat Election 2022: 'BJP-કૉંગ્રેસ એવુ કપલ જે લગ્ન પહેલા ચોરી છૂપે મળે છે', અરવિંદ કેજરીવાલનો કટાક્ષ

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ  જેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

Arvind Kejriwal Couple Remark for BJP Congress: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ  જેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, તેમણે મંગળવારે (22 નવેમ્બર) ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે બંને પક્ષો પર મિલીભગતનો આરોપ લગાવ્યો, સાથે જ ભાજપના સીએમ ચહેરા ભૂપેન્દ્ર પટેલને કઠપૂતળી ગણાવ્યા. કેજરીવાલે બીજેપી-કોંગ્રેસની સરખામણી એવા કપલ સાથે કરી જે લગ્ન પહેલા ગુપ્ત રીતે મળે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રમાં તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી માટે પ્રચાર કરતા કેજરીવાલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કઠપૂતળી મુખ્યમંત્રી છે જે પોતાના પટાવાળાની નિમણૂક પણ કરી શકતા નથી.

કેજરીવાલે શું કહ્યું ?

કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની જનતાની સામે બે ચહેરા છે. એક ઇસુદાન ગઢવી અને બીજા ભૂપેન્દ્ર પટેલ. તમે કોને વોટ આપશો, કોને મુખ્યમંત્રી બનાવશો?'' તેમણે કહ્યું કે ઇસુદાન ગઢવી યુવાન અને શિક્ષિત માણસ છે. જેનું હૃદય ગરીબો માટે ધડકે છે અને તે એક ખેડૂતનો પુત્ર પણ છે. જ્યારે તેણે ટીવી પર એક શો હોસ્ટ કર્યો હતો, ત્યારે તેણે ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા અને તુ-તુ-મેં-મૈં બોલ્યા નહોતા. તેમણે ખેડૂતો માટે કામ કર્યું હતું અને ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ છે. તેમની પાસે સત્તા નથી, તેઓ કઠપૂતળી મુખ્યમંત્રી છે. તે પોતાના પટાવાળાને પણ બદલી શકતા નથી. તેઓ સારા માણસ છે, ખરાબ નથી. મેં સાંભળ્યું છે કે તેઓ ખૂબ જ ધાર્મિક છે પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી, તેઓ કઠપૂતળી સીએમ છે.

'શાહની રેલીની ખુરશીઓ ખાલી રહી'

કેજરીવાલે લોકોને પૂછ્યું કે શું તેમને કઠપૂતળી મુખ્યમંત્રી જોઈએ છે કે શિક્ષિત મુખ્યમંત્રી? કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે સોમવારે (21 નવેમ્બર) ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રેલીમાં ખુરશીઓ ખાલી રહી હતી. તેમણે કહ્યું કે, "ખંભાળિયાના લોકો તેમની (અમિત શાહ)ની રેલીમાં ગયા નથી અને હજારો લોકો અહીં આવ્યા છે, તેઓ અહીં તેમના પુત્ર ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા આવ્યા છે."

કેજરીવાલે ભાજપ-કોંગ્રેસને એક કપલ કહ્યું

AAP નેતા કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે અગાઉ લોકો પાસે ભાજપને જડમૂળથી ઉખેડી નાખવાનો વિકલ્પ પણ નહોતો અને કોંગ્રેસ અંદરથી શાસક પક્ષ સાથે મિલીભગત કરી રહી છે. કેજરીવાલે બીજેપી અને કોંગ્રેસની સરખામણી એવા કપલ સાથે કરી હતી જે લગ્ન પહેલા ગુપ્ત રીતે મળે છે.

કેજરીવાલે કહ્યું, “જ્યારે તમે તેમને પૂછશો તો તેઓ કહેશે કે તેમની વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. એ જ રીતે તમે તેમને (કોંગ્રેસ-ભાજપ) પૂછો તો તેઓ કહેશે કે અમારી વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. હું તેમને કહું છું કે બહુ થયું, તેઓ ખુલ્લા પડી ગયા છે અને તેમણે લગ્ન કરી લેવા જોઈએ. દરેક વ્યક્તિ જાણે છે કે તમે દંપતી છો, તેથી લગ્ન કરો." તેણે કહ્યું કે હવે આમ આદમી પાર્ટી તરીકે પસંદગી કરવાની વાસ્તવિક તક છે. કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં તેમની પાર્ટીની લહેર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
Embed widget