Bhuj: 18 વર્ષીય 'ઇન્દિરા' જિંદગીનો જંગ હારી, 34 કલાક બાદ બૉરવેલમાંથી બહાર કઢાયો મૃતદેહ
Bhuj News: યુવતી બૉરવેલમાં ફસાઈને 34 કલાક થયા છતાં દીકરીને બહાર કાઢી શકાઇ ન હતી, અંતે રૉબૉટિક ટેકનોલૉજીની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો
Bhuj News: આખરે કચ્છની 18 વર્ષીય ઇન્દિરા જિંદગીનો જંગ હારી ગઇ છે. ભુજનાં કંઢેરાઈ ગામમાં બૉરવેલમાં પડેલી દીકરી ઇન્દિરાનું આખરે મૃત્યું થયુ છે, મૃત્યુ થતાંની સાથે જ પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઈન્દિરા મીણા નામની દીકરી છેલ્લા 34 કલાકથી બૉરવેલમાં હતી. જોકે, આજે NDRF ની ટીમે રોબૉટિક ટેકનોલોજીની મદદથી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહ બૉરવેલમાં ફૂલી ગયો હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.
યુવતી બૉરવેલમાં ફસાઈને 34 કલાક થયા છતાં દીકરીને બહાર કાઢી શકાઇ ન હતી, અંતે રૉબૉટિક ટેકનોલૉજીની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 18 વર્ષની યુવતી 500 ફૂટ ઉંડા બૉરવેલમાંથી બહાર કાઢવાના રેસ્ક્યૂ ઓપરેશનમાં NDRF, BSF, ભુજથી આર્મી અને ફાયર સેફટી વિભાગની ટીમો જોડાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાતના સમયે યુવતી અંદાજિત 500 ફૂટ ઊંડા બૉરવેલમાં યુવતી ખાબકી હોવાનું સામે આવ્યું હતું. આ તરફ ઘટનાની જાણ થયા બાદ ભુજ ફાયર વિભાગે યુવતીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં સૌપ્રથમ દીકરીના પિતરાઈ ભાઈને બૉરવેલમાં પડી હોવાની જાણ થઈ હતી. બૉરવેલમાંથી અવાજ આવતા દીકરીના ભાઈએ આગળ જાણ કરી હતી. દીકરીની સગાઈ છ મહિના પહેલા જ થઈ છે. આ યુવતીનું નામ ઇન્દિરા હોવાનું જાણવા મળ્યું છે.
બૉરવેલમાં ફસાયેલી યુવતીના ભાઈ લાલસિંહ મીણાએ જણાવ્યું કે, આ ઘટના વહેલી સવારે 5:30 વાગે બની હતી, મારી બેન બૉરવેલમાં પડતા બચાવો, બચાવોની બૂમો પાડી હતી. આ પછી અમે અમારા વાડી માલિકને આ મામલે તુરંત જાણ કરી હતી. કચ્છમાં બૉરવેલમાં પડેલી દીકરીને બચાવવા તંત્ર કામે લાગ્યું હતું. તો કચ્છ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તો આ ઘટના અંગે કલેક્ટર અમિત અરોરાએ રેસ્ક્યૂ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો
Gujarat: આગામી 7 દિવસ ઠંડી વધશે, 12 થી 8 જાન્યુઆરી વચ્ચે આ વિસ્તારોમાં માવઠાની આગાહી