દીકરીને દુલ્હનની જેમ સજાવી અંતિમ વિદાય આપતાં માતા-પિતાનું હૈયાફાટ રૂદન, સમગ્ર સુરતમાં ગમગીનનો માહોલ
સુરત: ગ્રીષ્માની હત્યા બાદ આજે ત્રીજે દિવસે તેમની અંતિમ યાત્રા નીકળી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું હૃદય વલોવાઇ ગયું.
![દીકરીને દુલ્હનની જેમ સજાવી અંતિમ વિદાય આપતાં માતા-પિતાનું હૈયાફાટ રૂદન, સમગ્ર સુરતમાં ગમગીનનો માહોલ cry of parents giving final farewell to daughter decorated like a bride in surat દીકરીને દુલ્હનની જેમ સજાવી અંતિમ વિદાય આપતાં માતા-પિતાનું હૈયાફાટ રૂદન, સમગ્ર સુરતમાં ગમગીનનો માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/f72aeb882577fdad3f4547f5a25d7039_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: ગ્રીષ્માની હત્યા બાદ આજે ત્રીજે દિવસે તેમની અંતિમ યાત્રા નીકળી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું હૃદય વલોવાઇ ગયું.
ગ્રીષ્માની હત્યા બાદ આજે ત્રીજે દિવસે તેમની અંતિમ યાત્રા નીકળી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું હૃદય વલોવાઇ ગયું.
સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ કરપીણ હત્યા કર્યાં બાદ ખુદે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે સારવાર બાદ તે બચી ગયો. મોત બાદ ગ્રીષ્મા વેકરિયાની ત્રીજા દિવસે અંતિમયાત્રા નીકળી હતી.દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ જ્યારે તેમને દીકરીના મોતની જાણ કરાઇ તો તેમના પગ તળેથી જાણે ધરતી ઘસી ગઇ હતી.
સુરતમાં સરેઆમ દીકરીની થયેલી આ ઘટનાથી લોકોમાં આક્રોશન છે અને દીકરીના પરિવાર સાથે સંવેદનાનો જુવાડ ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં દીકરીની અતિંમ વિદાયમાં લોકો જોડાયા હતા.અંતિમ વિદાયમાં હાજર તમામ લોકોની આંખો ભીની હતી. પિતા શોકતૂર બની ગયા હતા. દીકરીની અર્થી પાસે બેસીને પિતાએ હૈયાફાટ રૂદન કર્યું.
દીકરીની આખરી વિદાયથી માતા તૂટી ગયા હતા. દુલ્હન જેવો શૃંગાર કરીને જ્યારે દીકરીની અંતિમ વિદાયની ઘડી આવી તો માતા ભોગી પડ્યાં હતા અને ચોધાર આંસુ સાથે વ્હાલસોયીને વિદાય આપી,.
ગ્રીષ્માની વિદાયથી ન માત્રા સુરત પણ સમગ્ર ગુજરાત હચમચી ગયું છે.આ ઘટના સામે અનેક સવાલ છે તો આક્રોશ પણ છે.
પરિવારજનોના હૈયાફાટ રૂદનથી અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. રૂદન અને આક્રેદથી સમગ્ર વાતાવરણ ગમગીન થઇ ગયું હતું.
દીકરીની અંતિમ યાત્રા પૂર્વે તેમની સોસાયટીને કોર્ડન કરી દેવાઇ હતી. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)