Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં કયા દિગ્ગજ નેતાએ કહ્યું, લોકોએ મને નામ પર મત આપ્યા છે, પાર્ટીના નામ પર નહીં
Gujarat Election 2022: ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લોકોએ મને મારા નામ પર મત આપ્યા છે, NCPના નામ પર નહી.
શું કહ્યું કાંધલ જાડેજાએ
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કાંધલ જાડેજાએ કહ્યું, જ્યારે હું 2012માં NCPને અહીં લાવ્યો હતો, ત્યારે કોઈને તેના વિશે ખબર નહોતી. મેં બે વાર ચૂંટણી લડી અને જીતી. લોકોએ મારા નામ પર મત આપ્યા. મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, બધાએ અનુસર્યું અને રાજીનામું આપ્યું. NCP ગુજરાતમાં સમાપ્ત. થઈ જશે. હું હવે સાયકલ પર દોડ્યો છું. કુતિયાણાના સપાના ઉમેદવાર કાંધલ જાડેજાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લોકો તેમના પારિવારિક પૃષ્ઠભૂમિને જોતા ડર કે પ્રેમથી તેમને મત આપે છે ? તેના જવાબમાં કહ્યું- જો તમે મને 80-90 ના દાયકામાં આ પૂછ્યું હોત, તો મેં કહ્યું હોત - ડરથી. ત્યારે બેલેટ પેપર હતું. હવે ઈવીએમ છે. મારા કામના કારણે લોકો મને વોટ આપે છે.
Had you asked me this in '80s-'90s, I would have said - out of fear. There was ballot paper then. Now there is EVM. People vote for me due to my work: Kandhal Jadeja, SP candidate from Kutiyana when asked if people vote for him out of fear or love, given his family background pic.twitter.com/L4lClQ9fOm
— ANI (@ANI) November 23, 2022
300થી વધુ ઉમેદવાર વિવિધ ગુનાથી ખરડાયેલા
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે ત્યારે બંને તબક્કાના કુલ મળીને 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાથી ખરડાયેલા છે. ગત ચૂંટણીની સરખામણીએ કુલ ઉમેદવારોની સંખ્યા ઘટી છે પરંતુ બીજી બાજુ દાગી ઉમેદવારોની સંખ્યા 253 થી વધીને 313 થઈ છે એટલે કે પાંચ ટકા દાગી ઉમેદવારો આ વખતની ચૂંટણીમાં વધ્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતદારો-નાગરિકો માટે આ વખતની ચૂંટણીમાં લોન્ચ કરાયેલી કેવાયસી (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ બંને તબક્કાની ચૂંટણીમાં કુલ મળીને 313 ઉમેદવારો સામે વિવિધ પ્રકારના પોલીસ કેસ -ગુના નોંધાયા છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ આ વખતે દરેક પાર્ટીઓએ પોતાના ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો કે જેઓની સામે પોલીસ કેસ થયેલા છે તેઓની પુરી વિગતો વેબસાઈટ પર મુકવી અને લોકો સુધી પહોંચે તે માટે અખબારોમાં જાહેરાત સ્વરૃપે આપવી ફરજીયાત છે. જે મુજબ ભાજપના 28 ,કોંગ્રેસના 30 અને આપના 15 ઉમેદવારો ગુનાથી ખરડાયેલા છે.આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે. 2017ની ચૂંટણીમાં કુલ 1828 ઉમેદવારો બંને તબક્કાની ચૂંટણીમાં હતા અને જેમાંથી 253 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હતા એટલે કે કુલ ઉમેદવારોના 14 ટકા જેટલા ઉમેદવારો ગુનાથી ખરડાયેલા હતા.જ્યારે આ વખતની ચૂંટણીમાં બંને તબક્કાના મળીને કુલ 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો દાગી છે. આમ 2017ની ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં દાગી ઉમેદવારો પાંચ ટકા જેટલા વધતા કુલ ઉમેદવારોના 19 ટકાથી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI