શોધખોળ કરો

Gujarat New CM : ગુજરાતમાં મુખ્યમંત્રી પદના દાવેદાર ગોરધન ઝડફિયાની કેવી છે રાજકીય સફર ?

Gujarat Cm Resignations latest update ગુજરાતમાં કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા વચ્ચે તિરાડ પડતા તેમણે મંત્રીમંડળમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. 

કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા, પુરષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ નામ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.  જાણીતા દૈનિક અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાના કહેવા મુજબ, પાટીદાર ચહેરો જ મુખ્યમંત્રી બની શકે છે. ગોરધનભાઈ ઝડફિયા મુખ્યમંત્રી બની શકે છે.

રાજીનામા બાદ શું કહ્યું રૂપાણીએ

રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરીષદમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.  હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.  

કેવી છે ગોરધન ઝડફિયાની રાજકીય કરિયર

ગોરધન ઝડફિયાનો જન્મ 20 જૂન 1954માં  ગારિયાધારમાં થયો હતો. તે વખતે ગારિયાધર મુંબઈ રાજયનો હિસ્સો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા તે પૂર્વે તેઓ 15 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા હતા. તેમણે અમદાવાદ શહેરમાં ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી હતી અને 1995-97 અને 1998-2002 દરમિયાન બે વખત ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સરકારમાં 2001-2002 દરમિયાન ગૃહ અને સુરક્ષા અને પોલીસ આવાસ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી હતા. વર્ષ 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગોરધન ઝડફિયા ગૃહરાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેમના પર 2002 ના ગુજરાત રમખાણોમાં સંડોવણીનો આરોપ હતો.

ગુજરાતમાં કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા વચ્ચે તિરાડ પડતા તેમણે મંત્રીમંડળમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ તેની ભાજપ પાટી સાથેથી પણ છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટી નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. જો કે આખરે વર્ષ 2014માં કેશુભાઈ પટેલની દરમ્યાનગીરી બાદ સમગ્ર પક્ષને ભાજપમાં વિલીન કરીને ભાજપમાં જોડાયા હતા. તેમજ તેની બાદ ૨૭ ડીસેમ્બર-૨૦૧૮ના રોજ લોકસભાની ચૂંટણી માટે ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઇન્ચાર્જ બનાવીને ભાજપના રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ હાલ ગોરધન ઝડફિયા ગુજરાત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget