Banaskantha: ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવી બસોનું લોકાર્પણ
બનાસકાંઠા: દેશમાં ઇતિહાસમાં પ્રથમ વાર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા 100 નવી બસોનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.

બનાસકાંઠા: દેશમાં ઇતિહાસમાં પ્રથમ વાર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા 100 નવી બસોનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. હર્ષ સંઘવી અને શંકર ચૌધરો દ્વારા ૧૦૦ બસને લીલીજંડી આપી સાથે સાથે બસમાં બેસી સીમાથી સુઈગામ સુધી બસમાં મુસાફરી કરી.
#WATCH | Banaskantha: Gujarat Home Minister Harsh Sanghvi flagged off 100 new buses from Nadabet located in the India-Pak border area. pic.twitter.com/RsLbSmmwmU
— ANI (@ANI) March 10, 2024
નડાબેટમાં 100 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટમાં 100 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પાલનપુર એસટી ડેપોની 19 નવી 20 હિંમતનગરને 24 અને મહેસાણાને 29 તથા ભુજ ડેપોને 28 નવી બસો ફાળવવામાં આવી. નવી બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી, સુપર એક્સપ્રેસ હવે મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. દેશના ઇતિહાસમાં પ્રથમ વાર ઈંડો- પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર અને તાર ફેન્સીંગની નજીકથી સરહદના લોકો માટે 100 નવી બસ મૂકવામાં આવી છે. એસટી નિગમ દ્વારા દૈનિક 8000થી વધુ 33 લાખ કિમીનું સંચાલન થઈ રહ્યું છે. જો કે 27 લાખથી વધુ મુસાફરોને હાલ સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહી છે.
ગુજરાતની બોર્ડર પરના નડાબેટ ખાતે બિરાજીત શ્રી નડેશ્વરી માતાજીના દર્શન કરીને દિવ્યતા અને ધન્યતાની અનુભૂતિ કરું છું. જગતજનની મા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના ! pic.twitter.com/m4NHbxzfNS
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) March 10, 2024
રાજ્યમાં હાલ મેઘા ડીમોલેશન પણ થઈ રહ્યા છે. જોકે ગૃહ રાજ્ય પ્રધાને મેઘા ડીમોલેશન મામલે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં સૌ વ્યક્તિઓ માટે કાયદો અને વ્યવસ્થા સમાન છે. ગુજરાત ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતમાં જે વ્યક્તિ કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇએ જણાવ્યું હતું કે સરહદથી થયેલ લોકાર્પણ પ્રસંગને ફાયદો થશે. સરહદીઓ વિસ્તારથી કરેલા લોકાર્પણથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. નર્મદાના પાણીથી આ આ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ થઈ એસટી પણ નાના માણસ માટે ખૂબ જરૂરી છે. ગૃહ મંત્રી પોતે પણ સીમાથી માંડીને સુઈગામ સુધી બસમાં બેસીને મુસાફરી કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
