શોધખોળ કરો

Local Body Election Result 2025: વાંકાનેર પાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી

વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે. અહીં વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ હતી.

Local Body Election Result 2025 :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.  વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે.

ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ હતી

અહીં વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ હતી. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યા હતા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ હતી. હાલ તો પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો છે.   

જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ પર પથ્થરમારો

જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું.   ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.  વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.

જૂનાગઢ  મહાનગરપાલિકા  

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 44  બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસે 7 અને અન્યના ખાતમાં 1 બેઠક આવી છે.  જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર થયો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

Local Body Election Result 2025: ધોરાજી પાલિકામાં BJPનો ભગવો લહેરાયો, જાણો કેટલી બેઠકો જીતી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel: સરકારી વિભાગમાં નહીં રહે ખાલી જગ્યા! મુખ્યમંત્રીનું સૂચક નિવેદનBanaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Embed widget