Lok Sabha: સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારને લઇને ફરીથી વિવાદ, કાર્યકર ના હોવા છતાં ટિકીટ અપાતા તા.પં.ના સભ્યએ લખ્યો પત્ર
ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને જાહેર કરી દીધા છે, બે દિવસ પહેલા આવેલી ભાજપની પાંચમી યાદીમાં છ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા
Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને જાહેર કરી દીધા છે, બે દિવસ પહેલા આવેલી ભાજપની પાંચમી યાદીમાં છ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર શોભના બારૈયાને ઉતાર્યા હતા. શોભના બારૈયાને ટિકીટ આપતા હવે ફરી એકવાર સાબરકાંઠા લોકસભા બેઠક પર ભડકો જોવા મળી રહ્યો છે. હાલમાં ભાજપના ઉમેદવાર શોભનાબા મહેન્દ્રસિંહ બારૈયાને લોકસભાની ટિકીટ મળતાં જ હિંમતમગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે.
સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદી યાદી દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી હતી, ભીખાજીની અટકને લઇને વિવાદ થતાં ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલીને શોભનાબા બારૈયાને ટિકીટ આપી હતી. જોકે, હવે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.
સાબરકાંઠામા ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં ઉમેદવારને લઈને જિલ્લામાં વિરોધ યથાવત છે. ભાજપે બીજીવાર ઉમેદવાર જાહેર કર્યા છતા વિરોધ યથાવત છે. હાલમાં હિંમતનગર તા.પં.ના સભ્ય જિતેન્દ્રસિંહએ એક પત્ર લખ્યો છે, જેમાં તેમને નવા ઉમેદવારને લઇને વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર ના હોવા છતા ટિકિટ અપાઇ છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ આખો વિરોધ શરૂ થયો છે.
જિતેન્દ્રસિંહના પત્ર બાદ અત્યારે બેઠક પર કોઇ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માગ ઉઠી છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ કેમ અપાઇ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે. કૌશલ્યાકુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકીટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ નથી કર્યા.
4 જુનના રોજ પરિણામ આવશે
- તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 3: 7 મે 2024 મતદાન
- તબક્કો 4: 13 મે 2024 મતદાન
- તબક્કો 5: 20 મે 2024 મતદાન
- તબક્કો 6: 25 મે 2024 મતદાન
- તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.