પંચમહાલની કલોલ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો BJP પર ભારે પડ્યા,જાણો પરિણામ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

Local Body Election Result 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પંચમહાલની કલોલ નગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થયું છે. જેમાં 28 બેઠક માંથી 17 બીજેપી 11 બેઠક અપક્ષના ફાળે આવી પરંતુ અહીં હાલોલ નગરપાલિકાની જેમ 36માંથી 36નો જાદુ ન ચાલ્યો. અપક્ષો ભાજપ પર ભારે પડ્યા હોય તેમ લાગ્યું છે.
અપક્ષ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પર ભારે
કલોલ નગરપાલિકાની ચૂંટણી પરિણામમાં અપક્ષ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પર ભારે પડ્યા હતા. અહીંયા કુલ 28 બેઠકોમાંથી 17 બેઠક ભારતીય જનતા પાર્ટીના ની જીત થઈ જ્યારે 11 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ કબજો જમાવ્યો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પર ચૂંટણી લડેલા 3 માંથી 2 મુસ્લિમ ઉમેદવારે જીત મેળવી જીતમાં ભાગીદારી નોધાવી હતી. ભારતીય જનતા પાર્ટી એ 17 બેઠકો પર જીત મેળવી કાલોલ નગર પાલિકા પર કબજો જમાવ્યો છે.
મુસ્લિમ બહુમતી વિસ્તાર ધરાવતા કલોલ નગર પાલિકાના વોર્ડ નંબર 5, 4 અને 6 માંથી મુસ્લિમ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને મત આપી જીત અપાવી ઇતિહાસ રચ્યો હોવાનો દાવો કલોલના MLA ફતેસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે આ ચૂંટણી મા અપક્ષ ઉમેદવારોની મેલી મુરાદ પૂરી ન થઈ તેમ પણ જણાવ્યું હતું. કલોલ નગર પાલિકાના 7 વોર્ડ 28 બેઠકમાંથી 6 બીજેપી ઉમેદવાર બિન હરિફ જાહેર થયા હતા જે બાદ 21બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી.
હાલોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી
હાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં હાલોલ નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવવામાં સફળતા મળી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો ભાજપે કબજે કરી છે. 50 વર્ષ બાદ કોંગ્રેસ મુકત હાલોલ નગરપાલિકા થઈ છે. ભાજપે પૂર્ણ બહુમતી મેળવી રેકોર્ડ બ્રેક કર્યો છે.
પ્રથમ વાર 5 મુસ્લિમ ઉમેદવાર બીજેપીના મેન્ડેડ પર ચૂંટણી લડ્યા જે તમામ મુસ્લિમ ઉમેદવારએ વિજય મેળવ્યો છે. હાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા કુલ 21 બેઠકો બિન હરીફ થતા ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે બાકી રહેલી 15 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થતાં તમામ 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.
ભાજપ દ્વારા તમામ 36 બેઠકો કબજે કરવામાં આવતા ભાજપના સમર્થકો અને કાર્યકરો દ્વારા હાલોલ નગરમાં વિજયયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. ભાજપે તમામ 36 બેઠકો કબજે કરી ઇતિહાસ સર્જ્યો હતો.
રાજ્યના પૂર્વ મંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે હાલોલ નગરના તમામ મતદારો અને સંગઠનના તમામ હોદ્દેદારોનો આભાર માની જણાવ્યું હતું કે હાલોલના નગરજનો દ્વારા ભાજપના વિકાસના મોડેલને જ આગળ રાખી તેમનો કિંમતી મત ભાજપને આશીર્વાદ રૂપે આપ્યા છે.
ભાજપને મળેલી જીત બાદ હવે હાલોલ નગરમાં બાકી રહેલા વિકાસના તમામ કામો હાથ ધરવામાં આવશે. ભાજપ દ્વારા હાલોલ પાલિકા વિસ્તારમાં અગાઉ પણ તમામ વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં કરવામાં આવનાર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
