શોધખોળ કરો

Panchmahal: ગોઘરામાં વેપારીઓનો વિરોધ, પાલિકાએ દુકાનો સીલ મારવાનું શરૂ કરતાં 700થી વધુ વેપારીઓએ બાંયો ચઢાવી, જાણો

ગોધરામાં આજે વહેલી સવારથી જ વેપારીઓ વિરોધમાં ઉતર્યા છે. શહેરના 700થી વધુ વેપારીઓએ નગર પાલિકાની કર અને ભાડાની નીતિ સામે બાંયો ચઢાવી છે

Panchmahal News: ગોધરામાં આજે વહેલી સવારથી જ વેપારીઓ વિરોધમાં ઉતર્યા છે. શહેરના 700થી વધુ વેપારીઓએ નગર પાલિકાની કર અને ભાડાની નીતિ સામે બાંયો ચઢાવી છે. નગર પાલિકાએ આજથી શહેરમાં પાલિકા સંચાલિત શૉપિંગ સેન્ટરમાં બાકી ભાડૂ અને ભાડા વધારાને લઇને સીલ મારવાની કામગીરી શરૂ કરી છે, અગાઉ વેપારીઓને આ અંગે નૉટિસ આપવામાં આવી હતી, જે પછી આજથી પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે જેનો 700થી વધુ વેપારીઓ કરી રહ્યાં છે. 

હાલમાં મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લામાં ગોધરા નગર પાલિકાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા શહેરમાં 700 જેટલી દુકાનો બંધ પાડીને વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. નગર પાલિકા દ્વારા ભાડા વધારાની રકમ સાથે વસૂલાતની કાર્યવાહી અને નોટીસને લઈને વેપારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. સાત દિવસમાં બાકી ભાડાની રકમ જમાં કરાવવા નગર પાલિકા દ્વારા વેપારીઓને આ પહેલાથી જ નોટીસ પાઠવવામાં આવી છે. શહેરમાં એસટી બસ સ્ટેન્ડ, જૂની પોસ્ટ અને નગર પાલિકા રૉડ વિસ્તારના 700 ઉપરાંત વેપારીઓએ આજે પોતાનો ધંધો-રોજગાર બંધ રાખીને પુરજોશમાં વિરોધ નોંધાવ્યો છે. ખાસ વાત છે કે, ગોધરા નગર પાલિકા શોપિંગ સેન્ટરના બાકી ભાડાની રકમ વસૂલાતને લઈને આજે શહેરની કેટલીક મિલ્કતોને સીલ મારવાની નગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

પંચમહાલ જિલ્લામાં ઉજ્જવલા યોજનાના નામે કૌભાંડ , લાભાર્થી પાસેથી વસૂલતા 500થી 600 રૂપિયા

પંચમહાલ જિલ્લામાં ઉજ્જવલા યોજનાના નામે કૌભાંડ ઝડપાયું હતું. મળતી જાણકારી અનુસાર, વાડોદરની મહાકાલ ગેસ એજન્સીમાંથી ઉજ્જવલા યોજનાના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગેસ કનેક્શન ફીટ કરવા લાભાર્થી પાસે રોકડ રકમ વસૂલવામાં આવતી હતી. એક ગેસ કનેક્શન ફીટ કરવાના 500થી 600 રૂપિયા વસૂલવામાં આવતા હતા.

જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પુરવઠા વિભાગે 50થી વધુ લાભાર્થીઓ સાથે વાત કરી હતી.  વિભાગની તપાસમાં 347 સિલિન્ડરની ઘટનો પર્દાફાશ થયો હતો. રિફિલિંગ માટે વધારાની રકમ વસૂલવામાં આવતી હતી. ગેસ એજન્સીએ અત્યાર સુધીમાં 4658 ગેસ કનેક્શન આપ્યાનો ખુલાસો થયો છે.

પંચમહાલના મોરવા હડફના વાડોદરની મહાકાલ HP ગેસ એજન્સીમાં ઉજ્જવલા યોજના નામે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો હતો.  ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેકશન કીટ મફત આપવાની હોય છે પરંતુ એજન્સી તરફથી લાભાર્થી પાસેથી રૂપિયા 500થી 600 વસૂલવામાં આવતા હતાં.

જિલ્લા પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો.  જિલ્લા પુરવઠા વિભાગની ટીમે અહીંથી સીધી લાભાર્થી સાથે ટેલિફોનિક વાતચીત કરી ખરાઈ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.  પુરવઠા વિભાગની ટીમે 50થી વધુ લાભાર્થીઓ સાથે વાતચીત કરતા 500 રૂપિયા વસૂલાયાનો સ્વીકાર કર્યો તો ગોડાઉનમાં તપાસ કરતા 347 સિલિન્ડરની ઘટ અને રિફિલીંગ માટે પણ વધારાની રકમ વસૂલાતી હોવાની હકીકત સામે આવી હતી.  પુરવઠા વિભાગની તપાસમાં મહાકાલ HP ગેસ એજન્સીએ અત્યાર સુધીમાં 4 હજાર 658 ગેસ કનેકશન આપવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. હાલ તો ગેસ એજન્સી સંચાલક સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી હતી.

થોડા દિવસ અગાઉ હાલોલ શામળાજી હાઇવે પર બાબલીયા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમા એકનું મૃત્યુ નિપજ્યું હતુ. પૂરપાર ઝડપે આવતી કારે સ્કૂટર ચાલકને અડફેટે લેતા સ્કૂટર સવારને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગી થયા હતા. જેના કારણે ટ્રાફિક પણ અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget