Republic Day 2022: ટેબ્લોમાં દર્શાવાઇ અંગ્રેજો દ્વારા આદિવાસીઓના હત્યાકાંડની ઝલક, 'ગુજરાતના જલિયાવાલા બાગ'નો શું છે ઇતિહાસ?
ગુજરાતના ટેબ્લોમાં રાજ્યના આદિવાસી ક્રાંતિકારીઓ પર આધારિત છે, જેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં પોતાને સમર્પિત કર્યા હતા, જેમાં 1922માં સાબરકાંઠામાં બનેલી એક ઘટના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયુ હતું.
![Republic Day 2022: ટેબ્લોમાં દર્શાવાઇ અંગ્રેજો દ્વારા આદિવાસીઓના હત્યાકાંડની ઝલક, 'ગુજરાતના જલિયાવાલા બાગ'નો શું છે ઇતિહાસ? Republic Day 2022: Gujarat tableau shows 1922 massacre of tribal freedom fighters by British Republic Day 2022: ટેબ્લોમાં દર્શાવાઇ અંગ્રેજો દ્વારા આદિવાસીઓના હત્યાકાંડની ઝલક, 'ગુજરાતના જલિયાવાલા બાગ'નો શું છે ઇતિહાસ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/26/cdd62c217999544e0794b508a27eab68_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતના ટેબ્લોમાં રાજ્યના આદિવાસી ક્રાંતિકારીઓ પર આધારિત છે, જેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં પોતાને સમર્પિત કર્યા હતા, જેમાં 1922માં સાબરકાંઠામાં બનેલી એક ઘટના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેને કેટલાક ઇતિહાસકારો “ગુજરાતના જલિયાવાલા બાગ” તરીકે ઓળખે છે.
45 ફૂટ લાંબુ, 14 ફૂટ પહોળું અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં મોતીલાલ તેજાવતની સાત ફૂટની પ્રતિમાનો સમાવેશ થાય છે, જે ઘટનાના નાયકોમાંના એક હતા “જેને આદિવાસીઓ દ્વારા ‘કોલિયારીના ગાંધી’ તરીકે ઓળખવામાં આવતા હતા. દુ:ખદ ઘટના, જેમાં લગભગ 1,200 ભીલોની હત્યા કરવામાં આવી હતી, તે જિલ્લાના પાલ-ચિતરિયા અને દધવાવ ગામોમાં બની હતી, જે તે સમયે ઇડર રાજ્યનો ભાગ હતો.
7 માર્ચ, 1922ના રોજ, અમલકી એકાદશીના દિવસે, હોળીના બરાબર પહેલા - આદિવાસીઓ માટેનો મુખ્ય તહેવાર, પાલ-ચિતરિયા અને દધવાવના ગ્રામીણો જમીન મહેસૂલ કર (લગાન) સામે વિરોધ કરવા તેજાવતના નેતૃત્વ હેઠળ નદીના કિનારે એકત્ર થયા હતા. અંગ્રેજો અને જાગીરદારો દ્વારા લાદવામાં આવેલ મહેસૂલ કરનો વિરોધ કરવા એકઠા થયા હતા. જેમના પર ગોળીબાર થયો હતો.
આ ગોળીબારમાં અંગ્રેજોએ 22 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો. જોકે, ભીલો માને છે કે, આ ગોળીબાર માં 1200થી 1500 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગુજરાતના ટેબ્લોમાં ઓફિસર સટનની પ્રતિમા ઉપરાંત છ અન્ય પ્રતિમાઓ પણ સામેલ છે. દુર્ઘટનાની પીડાને જીવંત કરવા માટે છ કલાકારોએ પણ પરફોર્મ કર્યું હતું.
1922ના આદિવાસી મંડળના દ્રશ્યો દર્શાવતી ટેબ્લોની આસપાસ પાંચ ભીંતચિત્ર કલાકૃતિઓ છે. "શહીદ આદિવાસી લોકોના મૃતદેહોને દર્શાવતા" ટેબ્લોની બંને બાજુએ બે કૂવાઓ પણ છે. ક્રાંતિના પ્રતીક તરીકે મશાલો લઈને ચાર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ચાર ફૂટ ઊંચી પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી લોકોની બહાદુરી, હિંમત અને નિષ્ઠા દર્શાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)