1988 Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં કર્યું સરેન્ડર, રોડ રેજ કેસમાં થઇ છે એક વર્ષની સજા
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં આજે પટિયાલા સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે
1988 Road Rage Case: પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં આજે પટિયાલા સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અગાઉ નવજોત સિંહ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં રોડ રેજ કેસમાં આત્મસમર્પણ માટે સમય આપવાની વિનંતી કરી હતી. જેના પર જસ્ટિસ એએમ ખાનવિલકરની બેન્ચે સુનાવણી માટે ચીફ જસ્ટિસ એનવી રમના પાસે જવાનું કહ્યું હતું.
#WATCH | 1988 road rage case: Congress leader Navjot Singh Sidhu reaches Patiala Court in Punjab.
— ANI (@ANI) May 20, 2022
Supreme Court had yesterday imposed one-year rigorous imprisonment on him in the three-decade-old road rage case. pic.twitter.com/iHu3bmbOls
સિદ્ધુની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકી નહીં, જેના કારણે તેણે પટિયાલા સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સિદ્ધુ થોડા સમય પહેલા કોર્ટમાં જતા જોવા મળ્યો હતો.
1988 road rage case | Punjab: Congress leader Navjot Singh Sidhu leaves for Sessions Court, from his residence in Patiala. pic.twitter.com/u9B0g87n5C
— ANI (@ANI) May 20, 2022
સજા બાદ સિદ્ધુએ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ગુરુવારે 1988ના રોડ રેજ કેસમાં નવજોત સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઘટનામાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે ઓછી સજા આપવા માટે કોઈપણ પ્રકારની સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાની અસરકારકતામાં લોકોના વિશ્વાસને નબળી પાડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા સિદ્ધુએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે હું કાયદાનું સન્માન કરીશ.
શું હતો કેસ?
27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટના બજારમાં પહોંચ્યા. આ જગ્યા તેમના ઘરથી 1.5 કિમી દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થયાને માત્ર એક વર્ષ થયું હતું.
તે જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેની દલીલ થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યો. ત્યારપછી ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. અહેવાલો આવ્યા હતા કે ગુરનામ સિંહનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.તે જ દિવસે સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. 1999માં સેશન્સ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો.
2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ દરમિયાન સિદ્ધુએ રાજકારણમાં પ્રવેશ કર્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં, તેઓ ભાજપની ટિકિટ પર અમૃતસર બેઠક પરથી લડ્યા અને જીત્યા.હાઈકોર્ટનો નિર્ણય ડિસેમ્બર 2006માં આવ્યો હતો. હાઈકોર્ટે સિદ્ધુ અને સંધુને દોષિત ઠેરવ્યા અને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી. એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. સિદ્ધુએ લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું. હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીએ સિદ્ધુ વતી કેસ લડ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુક્યો હતો.