શોધખોળ કરો

Farmer Protest Tractor March: આંદોલનને એક વર્ષ પુરા થવા પર ખેડૂતો 29 નવેમ્બરથી સંસદનો કરશે ઘેરાવ

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે સરકાર પર દબાણ વધારવા માટે શિયાળુ સત્ર દરમિયાન તેઓ સંસદની પાસે પ્રદર્શન કરશે.

Farmers to Protest at Parliament:કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતો 26 નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોના આ આંદોલનને એક વર્ષ થવાને હવે થોડા દિવસો બાકી છે. આંદોલનને એક વર્ષ પૂરા થવા પર ખેડૂતોએ તેમની આગામી યોજનાની જાહેરાત કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઇથી લઇને દિલ્હી સુધી કેન્દ્ર સરકારને ઘેરશે.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે સરકાર પર દબાણ વધારવા માટે શિયાળુ સત્ર દરમિયાન તેઓ સંસદની પાસે પ્રદર્શન કરશે. નોંધનીય છે કે સંસદના શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. સંયુક્ત કિસાન મોરચા અનુસાર 29 નવેમ્બરથી રોજ 500 ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલીઓમાં બેસીને સંસદની પાસે શાંતિપૂર્વક પ્રદર્શન કરવા જશે.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે 26 નવેમ્બરના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચશે અને બેઠકોમાં સામેલ થશે. ત્યારબાદ 28 નવેમ્બરના રોજ મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોની મહાપંચાયત યોજશે. નોંધનીય છે કે ખેડૂતોએ પ્રશાસનની મંજૂરીથી ચોમાસુ સત્ર દરમિયાન જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું.

26 નવેમ્બરના રોજ ખેડૂત આંદોલનને એક વર્ષ પુરા થવા પર દિલ્હીની ત્રણેય સરહદો પર લોકોને એકઠા થવાની અપીલ કરી છે. આ દિવસે દિવસભરમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં એકવાર ફરી સ્પષ્ટતા કરવામાં આવી કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોરચાની કોઇ ભૂમિકા રહેશે નહીં.

નોંધનીય છે કે ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્ધારા બનાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે. આ મામલે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેકવાર બેઠકો થઇ ચૂકી છે પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી.ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકાર તેમની માંગણીઓનો સ્વીકાર કરી રહી નથી જેથી પ્રદર્શન વધુ ઉગ્ર કરવામાં આવશે. આ માટે સરહદો પર પ્રદર્શનકારીઓની સંખ્યા વધારવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો

જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Embed widget