Delhi AAP Candidate List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAP એ જાહેર કર્યુ પહેલુ લિસ્ટ, કોને ક્યાંથી મળી ટિકીટ ?
Delhi AAP Candidate List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ છે
Delhi AAP Candidate List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીને હજુ ત્રણ મહિના બાકી છે. ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી કાર્યક્રમો જાહેર કર્યા નથી.
આમને મળી અહીંથી ટિકીટ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ છે. ઉમેદવારોના નામ જાણો
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
પહેલી લિસ્ટમાં 11 ઉમેદવારોના નામ -
બ્રહ્માસિંહ તંવર છતરપુરથી ચૂંટણી લડશે.
અનિલ ઝા કિરારીથી AAPના ઉમેદવાર હશે
દીપક સિંઘલા વિશ્વાસ નગરથી ચૂંટણી લડશે
સરિતાસિંહ રોહતાસ નગરથી AAPના ઉમેદવાર હશે
બીબી ત્યાગી લક્ષ્મી નગરથી AAPના ઉમેદવાર હશે
રામસિંહ નેતાજી બાદરપુરથી ઉમેદવાર હશે.
ઝુબેર ચૌધરી સીલમપુરથી AAPના ઉમેદવાર હશે.
વીરસિંહ ધીંગાન સીમાપુરીથી ચૂંટણી લડશે.
ગૌરવ શર્મા ઘોંડાથી ચૂંટણી લડશે
મનોજ ત્યાગી કરવલ નગરથી AAPના ઉમેદવાર હશે
સોમેશ શૌકીન મટિયાલાથી AAPના ઉમેદવાર હશે.
AAP, BJP અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર મહેરબાન -
આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં એવા લોકોને ટિકિટ આપવામાં ઉદારતા દર્શાવી છે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભાજપ અને કોંગ્રેસમાંથી આવીને આપમાં જોડાયા છે. આવા ઉમેદવારોમાં અનિલ ઝા, બીબી ત્યાગી, વીર સિંહ ધીંગાન અને સોમેશ શૌકીન સહિત છ નામ સામેલ છે.
આ પહેલા આમ આદમી પાર્ટી પબ્લિક અફેર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 11 ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત કહી રહ્યા છે કે ચૂંટણી લડવાની ટિકિટ કામ, જનતાના અભિપ્રાય અને સંભવિત ઉમેદવારોની જીતની શક્યતાના આધારે વહેંચવામાં આવશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપના ઉમેદવારો આઠ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો