Mahakumbh 2025: મહાકુંભના મેળામાં માત્ર 10 રૂપિયાના રોકાણથી કરી તગડી કમાણી, જાણો શું કર્યું એવું કામ
Mahakumbh 2025:પ્રયાગરાજમાં હાજર ભીડને જોઈને લોકો વિવિધ પ્રકારની સેવાઓ દ્વારા પૈસા કમાવવા પણ આવી રહ્યા છે. કેટલાક ભીડને ચા પીરસીને પૈસા કમાઈ રહ્યા છે તો કેટલાક અન્ય રીતે પૈસા કમાઈ રહ્યા છે.
Mahakumbh 2025:એવું કહેવાય છે કે, જે પૈસા કમાવવાનું જાણે છે. તે કોઈપણ કાર્ય કરી શકે છે અને કોઈપણ પદ્ધતિ અપનાવી શકે છે. જ્યારે પૈસા કેવી રીતે કમાવવા તે જાણતો નથી, તે ફક્ત બહાના બનાવે છે. હાલમાં ભારતમાં સૌથી મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાકુંભના અવસરે દેશભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ ઇવેન્ટ ઘણા લોકો માટે પૈસા કમાવવાની તક પણ બની ગઈ છે.
પ્રયાગરાજમાં હાજર ભીડને જોઈને લોકો વિવિધ પ્રકારની સેવાઓ દ્વારા પૈસા કમાવવા પણ આવી રહ્યા છે. કેટલાક ભીડને ચા પીરસીને પૈસા કમાઈ રહ્યા છે તો કેટલાક અન્ય રીતે પૈસા કમાઈ રહ્યા છે. હવે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાની કમાણી કરવાની રીત લોકો સાથે શેર કરી છે. તે વ્યક્તિ પ્રયાગરાજ પહોંચેલા લોકોને ચંદનનું તિલક કરી રહ્યું છે. જ્યારે આ વ્યક્તિએ આ કામ દ્વારા એક દિવસમાં કરેલી કમાણી લોકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી તો લોકોની આંખો ફાટી ગઇ.
View this post on Instagram
માત્ર દસ રૂપિયાના ઇન્વેસ્ટમાં લાખોની કમાણી
તેના વીડિયોમાં વ્યક્તિએ જણાવ્યું કે, તે માત્ર દસ રૂપિયાની કિંમતનું ચંદનનું બોક્સ લઈને મહાકુંભમાં ગયો હતો. ત્યાં તે લોકોને ચંદનનું તિલક કરી આપતો હતો. એક દિવસમાં તેણે લગભગ પચીસથી ત્રીસ હજાર લોકોને તિલક કર્યું આપ્યું તેના બદલામાં તે લોકો પાસેથી પાંચ અને દસ રૂપિયા વસૂલતો હતો. અંતે વ્યક્તિએ ખુલાસો કર્યો કે સવારે 4:30 થી સાંજના 4:30 સુધી તેણે 10 રૂપિયાના ચંદનમાંથી 65,000 રૂપિયાની કમાણી કરી હતી.