હાઈકોર્ટે બેટ દ્વારકામાં ડિમોલિશન મુદ્દે થયેલી અરજી ફગાવી, ફરી ચાલ્યુ બુલડોઝર
બાલાપર ગામમાં સરકારી અને ગૌચરની જમીનો પર મસ્જિદો, દરગાહ અને મદરેસા બનાવી દેવામાં આવ્યા હતા

બેટ દ્વારકા ખાતે સરકારી-ગૌચરની જમીનો પર ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવાયેલા ધાર્મિક સ્થાનો હટાવવા(તોડી પાડવા) મામલે થયેલી તમામ અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બેટ દ્વારકામાં આ મદરેસાઓ, દરગાહો તેમ જ મસ્જિદોને તોડી પાડવા સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જુદી જુદી અરજીઓ મંગળવારે ફગાવી દેવામાં આવી હતી.
બાલાપર ગામમાં સરકારી અને ગૌચરની જમીનો પર મસ્જિદો, દરગાહ અને મદરેસા બનાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં 12 ધાર્મિક દબાણ માટે હાઈકોર્ટમાં રક્ષણ માંગવામાં આવ્યું. જો કે હાઈકોર્ટે તમામ અરજી ગુણદોષ હોઈ ફગાવી દીધી હતી અને સ્ટેટસ્ ક્વો પણ હટાવી લીધો હતો. જેથી અરજીકર્તાઓએ વચગાળાની રાહત પંદર દિવસ માટે ચાલુ રાખવા કોર્ટને વિનંતી કરી. પરંતુ હાઈકોર્ટે આ માંગ પણ ફગાવી દીધી હતી.
દબાણ હટાવવાની કોર્ટમાંથી લીલીઝંડી મળતા જ દાદાનું બુલડોઝરે ફરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અંદાજે 6 હજાર 500 સ્કેવર ફીટ જગ્યા પરથી ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા અને જગ્યા ખુલ્લી કરવામાં આવી તેની કિંમત 1 કરોડ 65 લાખ રુપિયા આંકવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરી સમયે 800 પોલીસ જવાનોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. જો કે આ પહેલા હાઈકોર્ટમાં સરકારે દાવો કર્યો હતો કે બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 406 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે. 1.21 લાખ ચોરસ મીટર વિશાળ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી જેની કિંમત અંદાજે 62 કરોડ 73 લાખ રુપિયા થઈ રહી છે.
અરજીઓમાં એવો દાવો કરાયો હતો કે, વિવાદીત બાંધકામો અને સ્થાનો એ ધાર્મિક છે અને સમુદાયની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે. જેમાં કેટલીક દરગાહો અને મદરેસાઓ પણ સામેલ છે. તો જમીનનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે પણ થાય છે. આ વિવાદીત પ્રોપર્ટી વકફ એકટ હેઠળ આવરી લેવાયેલી છે, તેથી વકફ પ્રોપર્ટીને સત્તાવાળાઓ તોડી શકે નહીં.
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
