Earthquake in Lucknow: લખનઉ સહિત યુપીના અનેક જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, કેન્દ્ર રાજધાનીથી 139 કિમી દૂર
લખનઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લખનઉ અને આસપાસના જિલ્લાઓમાં બપોરે 1.15 વાગ્યે અનુભવાયા હતા.
Earthquake in Lucknow:લખનઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લખનઉ અને આસપાસના જિલ્લાઓમાં બપોરે 1.15 વાગ્યે અનુભવાયા હતા.
લખનઉ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. લખનઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 1.15 વાગ્યે લખનૌ અને આસપાસના જિલ્લાઓમાં ભૂકંપની અસર અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 82 કિલોમીટરની ઉંડાઈને કારણે વધુ અસર જોવા મળી નથી. આ ભૂકંપનું એપિસેન્ટર લખનઉ જ હતું.
ગઈ કાલે મોડી રાત્રે લખનૌમાં આવેલા 5.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર રાજધાનીથી 139 કિમી દૂર ઉત્તરપૂર્વમાં જણાવવામાં આવી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી છે. NCS મુજબ, લખનૌની આસપાસના લખીમપુર ખેરી સિવાયના ઘણા જિલ્લાઓમાં આનો અનુભવ થયો છે. મુરાદાબાદ અને નોઈડામાં પણ લોકોએ ભૂકંપના હળવા આંચકા અનુભવ્યા હતા.
આ સ્થળોએ પણ આંચકા અનુભવાયા
મુરાદાબાદમાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉત્તર પ્રદેશ અને દિલ્હીના અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું કહેવાય છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ છે. જો કે રાહતની વાત એ છે કે, ક્યાંયથી જાનહાનિ અંગે કોઈ માહિતી મળી નથી.
જો કે છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી વખત છે, જ્યારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. આ પહેલા ઉત્તરાખંડના પિથોરાગઢ વિસ્તારમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે પિથોરાગઢમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપ 3.6ની આસપાસ નોંધાયો હતો. તે સમયે પણ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર ન હતા.
આ પણ વાંચો
Rajkot Lokmelo: લોકમેળામાં ચાલુ રાઇડમાંથી યુવકને આ હરકત પડી ભારે, નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો
Janmashtami 2022 : વડોદરામાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, બે ગોવિંદા નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા
BOTAD : ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા-પૂજા કરનાર પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો
AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત