(Source: ECI/ABP News/ABP Majha)
Telecom Relief Package: મોદી કેબિનેટે ટેલિકોમ સેક્ટરમાં 100 ટકા FDIને આપી મંજૂરી
બેઠક બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે નવ સંરચનાત્મક સુધારોઓને મંજૂરી આપી છે. સ્પેક્ટ્રમ વપરાશકર્તા શુલ્કને સુસંગત કરવામાં આવ્યા છે
FDI In Telecom Sector: કેન્દ્રિય કેબિનેટે આજે ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજને મંજૂરી આપી છે જેનો ઉદ્દેશ્ય વોડાફોન આઇડિયા જેવી કંપનીઓને રાહત આપવાનો છે. આ કંપનીઓને ભૂતકાળના હજારો કરોડો રૂપિયા દેવું ચૂકવવાનું બાકી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ટેલિકોમ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે.
બેઠક બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે નવ સંરચનાત્મક સુધારોઓને મંજૂરી આપી છે. સ્પેક્ટ્રમ વપરાશકર્તા શુલ્કને સુસંગત કરવામાં આવ્યા છે. પ્રસ્તાવિત રાહત ઉપાયોમાં દેવુ ચૂકવવામાં સમય આપવો, એજીઆરને ફરીથી પરિભાષિત કરવી અને સ્પેક્ટ્રમ ઉપયોગ કરમાં ઘટાડો સામેલ છે જેના મારફતે આ ક્ષેત્રમાં સુધારો કરવામાં આવી શકે છે.
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મંત્રીમંડળે એજીઆરની પરિભાષાને યુક્તિસંગત બનાવી છે. ટેલિકોમ્યુનિકેશન કંપનીઓની બિન-ટેલિકોમ આવક કાનૂની ફીની ચુકવણીમાંથી બાકાત કરવામાં આવી છે. મંત્રીમંડળે ટેલિકોમ કંપનીઓને દેવું ચૂકવવા માટે ચાર વર્ષનો સમય આપવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓ મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજ ચૂકવશે. સ્પેક્ટ્રમની હરાજી ચાલુ વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળમાં થશે.
સરકારે ઓટો, ડ્રોન ક્ષેત્રો માટે 26,058 કરોડ રૂપિયાની પીએલઆઇ યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રિય મંત્રીમંડળે ભારતની ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે ઓટો, ઓટો પાર્ટ્સ, અને ડ્રોન ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. પીએલઆઇ યોજના ભારતમાં ઓટોમોટિવ ટેકનિલોજીની વૈશ્વિક આપૂર્તિ શ્રેણીના વિકાસમાં પ્રોત્સાહિત કરશે. આ પગલાથી 7.6 લાખથી વધુ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, પીએલઆઇ યોજના હેઠળ પાંચ વર્ષોમાં 42,500 કરોડ રૂપિયાથી વધુનું નવુ રોકાણ થશે અને 2.3 લાખ કરોડ રૂપિયાથી વધુ ઉત્પાદન થશે.