શોધખોળ કરો

Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય

Haryana Election Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આંકડાઓમાં કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટલ બેલેટમાં એકતરફી મત કોંગ્રેસને મળ્યા છે. આ દાવાઓએ એક વાર ફરી વિપક્ષના દાવાઓને હવા આપી છે.

Haryana Election 2024 Fact Check: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી કોંગ્રેસ સતત ચૂંટણી પંચ પર નિશાન સાધી રહી છે. પરિણામના દિવસે જ પાર્ટીએ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવતા EVM પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના દાવાઓ વચ્ચે હવે પોસ્ટલ બેલેટે પણ એન્ટ્રી લીધી છે. ગત ગુરુવારે (10 ઓક્ટોબર) કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસને બંપર બહુમતી મળી છે. આ દાવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક આંકડો ઝડપથી વાયરલ થવા લાગ્યો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસને બંપર બેઠકો મળી છે. અમે સોશિયલ મીડિયાના દાવાઓનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છે.

સોશિયલ મીડિયાના આ દાવાઓનું સત્ય જાણવા જ્યારે અમે ચૂંટણી પંચની વેબસાઇટ પર પહોંચ્યા તો અમને ચોંકાવનારા આંકડા મળ્યા. વેબસાઇટ પરના આંકડા સોશિયલ મીડિયાના દાવાઓની પુષ્ટિ કરે છે કે પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસને બંપર બહુમતી મળી, પરંતુ અંતિમ ચૂંટણી પરિણામ અનુસાર હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાંથી BJP ને 48, કોંગ્રેસને 37 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ આંકડા

સોશિયલ મીડિયાના આંકડાઓ અનુસાર પોસ્ટલ બેલેટમાં એકતરફી મત કોંગ્રેસને મળ્યા છે. આમાં કોંગ્રેસને 74 અને BJP ને 16 બેઠકો પર જીત મળી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આંકડાઓનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું. ન્યૂઝ તકના ફેક્ટ ચેકના અનુસાર આ આંકડા સાચા માલૂમ પડ્યા. ચૂંટણી પંચની વેબસાઇટ પર બધી વિધાનસભા બેઠકોના પોસ્ટલ બેલેટના આંકડા ઉપલબ્ધ છે. આમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે 90 માંથી 73 બેઠકો પર કોંગ્રેસને BJP ની તુલનામાં વધુ મત મળ્યા. એક બેઠક ભિવાડી પર CPM ને BJP કરતાં પોસ્ટલ બેલેટમાં વધુ મત મળ્યા. જાણકારી માટે જણાવી દઈએ કે CPM હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઠબંધન સાથી છે.

શું છે પોસ્ટલ બેલેટ?

તેના નામથી જ સ્પષ્ટ છે કે પોસ્ટલ બેલેટ એક ટપાલ મતપત્ર હોય છે. આ 1980 ના દાયકામાં ચાલતા પેપર બેલેટ પેપર જેવું જ હોય છે. ચૂંટણીઓમાં તેનો ઉપયોગ એ લોકો દ્વારા કરવામાં આવે છે, જેઓ પોતાની નોકરીને કારણે પોતાના મતદાર વિસ્તારમાં મતદાન કરી શકતા નથી. જ્યારે આ લોકો પોસ્ટલ બેલેટની મદદથી મત આપે છે, તેમને સર્વિસ વોટર્સ અથવા એબ્સેન્ટ વોટર્સ પણ કહેવામાં આવે છે. આ માટે ચૂંટણી પંચ પહેલેથી જ ચૂંટણી ક્ષેત્રમાં ટપાલ મતદાન કરનારાઓની સંખ્યા નિર્ધારિત કરી લે છે. આથી માત્ર તે લોકોને જ પોસ્ટલ બેલેટ મોકલવામાં આવે છે. આને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) પણ કહેવામાં આવે છે. મતદાતા દ્વારા પોતાની પસંદના ઉમેદવારને મત આપીને આ પોસ્ટલ બેલેટને ટપાલ અથવા ઇલેક્ટ્રોનિક રીતે પાછું ચૂંટણી પંચને મોકલી દેવામાં આવે છે.

કોણ કરી શકે છે પોસ્ટલ બેલેટનો ઉપયોગ?

આ નવી વ્યવસ્થા હેઠળ ખાલી પોસ્ટલ બેલેટને સેના અને સુરક્ષા દળોને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવે છે. જે વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક રીતે પોસ્ટલ બેલેટ મોકલી શકાતું નથી, ત્યાં ટપાલ દ્વારા પોસ્ટલ બેલેટ મોકલવામાં આવે છે. રાજ્યના એવા મૂળ નિવાસીઓ જેઓ કેન્દ્રીય વિભાગોમાં અન્ય રાજ્યમાં કામ કરી રહ્યા છે, તેઓ પોસ્ટલ બેલેટની મદદથી મત આપી શકે છે. કેન્દ્રીય સુરક્ષા દળો, આર્મીમાં તૈનાત લોકો મત આપી શકે છે. રાજ્યના સરકારી અધિકારી કર્મચારી વર્ગ, અને 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ મતદાતાઓ આમાં મત આપે છે.

આ પણ વાંચોઃ

મહાયુતિનો CM ફેસ કોણ? એકનાથ શિંદે અજિત પવારનો ઉલ્લેખ કરીને ફડણવીસે સ્પષ્ટ કરી તસવીર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો
દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશોJunagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયાબનાસકાંઠામાં સતત અનિયમિત વરસાદના કારણે ધાનેરા પંથકમાં ખેડૂતો ચિંતામાં મુકાયાDussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો
દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં  સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Iran: ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! સમગ્ર વિશ્વમાં ખળભળાટ, તો શું ઈઝરાયેલના બદલાની શરુઆત થઈ ગઈ?
Iran: ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! સમગ્ર વિશ્વમાં ખળભળાટ, તો શું ઈઝરાયેલના બદલાની શરુઆત થઈ ગઈ?
Embed widget