શોધખોળ કરો

Rajkot: દીકરી પર દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, માતાએ સાવકા પિતાની કરતૂતોને ઢાંકવા કર્યું હતુ આ કામ, હવે ભૂટ્યો ભાંડો

Rajkot Rape Case News: ઘટનામાં  માતાએ દીકરીને ધમકી આપી હોવાનો મોટો ખુલાસો થયો છે. પોલીસે બંનેની ધરપકડ કરી અને પોક્સો હેઠળ ગુનો નોંધીને હવે તપાસ આગળ વધારી છે

Rajkot Rape Case News: રાજકોટમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટના ગાંધીગ્રામમાં 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે તેના સાવકા પિતા અને તેના મિત્રે દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટનામાં  માતાએ દીકરીને ધમકી આપી હોવાનો મોટો ખુલાસો થયો છે. પોલીસે બંનેની ધરપકડ કરી અને પોક્સો હેઠળ ગુનો નોંધીને હવે તપાસ આગળ વધારી છે. હાલમાં હેવાન સાવકો પિતા અને તેના મિત્ર પોલીસની કસ્ટડીમાં છે. 

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ નવમાં અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે પોતાના સાવકા પિતાની કાળી કરતૂત અંગે પોતાની સગી માતાને વાત કરી તો માતાએ દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મૌન કરી દીધી હતી. જોકે રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની કામગીરીના કારણે આખરે 14 વર્ષીય માસુમ દીકરીનો દેહ પીંખનાર સાવકા પિતા અને 14 વર્ષીય માસુમ દીકરી પાસે બીભત્સ પ્રકારની માંગણી કરનારા સાવકા પિતાના મિત્ર કમ બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે.

14 વર્ષીય વિદ્યાર્થીની દ્વારા પોતાના 33 વર્ષીય સાવકા પિતા, 31 વર્ષીય સગી માતા તેમજ 24 વર્ષીય આશિષ મકવાણા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64(2)(F)(I), 65(1), 239, 351(3), 75(1)(2), 54 તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘‘ગત 6 ફેબ્રુઆરી 2025 ના રોજ મારી માતા મારી નાની બહેનને લઈ અમારા કૌટુંબીકના ઘરે ગયા હતા. તે દિવસે સાંજે શાળાએથી હું ઘરે પરત આવી હતી. ત્યારબાદ મારા સાવકા પિતા પણ બહારથી ઘરે આવ્યા હતા. તેમજ બેડરૂમનો દરવાજો બંધ કરીને મને નિર્વસ્ત્ર કરીને મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી મને લોહી નીકળવા માંડતા હું ગભરાઈ ગઈ હતી.

ત્યારે મારા સાવકા પિતાએ મને કહ્યું હતું કે, ‘લોહી નીકળવા બાબતે તારી મમ્મી કંઈ પૂછે તો કહેજે, કે મને પિરિયડ આવ્યા છે.’ જેથી હું ગભરાઈ ગઈ હતી. તેમજ મારા પિતાના મિત્ર જે છેલ્લા ત્રણ વર્ષથી અમારી સાથે રહે છે. તેણે પણ ગત ડિસેમ્બર મહિનામાં ઘરે હું એકલી હતી ત્યારે મારી પાસેથી બીભત્સ માંગણી કરી હતી. ત્યારે તાજેતરમાં જ મેં મારી માતાને મારા સાવકા પિતા દ્વારા મારી સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે બાબતે જાણ કરવામાં આવતા મારી માતાએ મને ધમકી આપી હતી. તેમજ કહ્યું હતું કે, ‘તું મને શું આપીશ? આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે. તું મરી જાતો પણ મને કંઈ ફરક પડતો નથી. તારી સાથે તેને શરીર સંબંધ બાંધ્યો છે જો તે બાબતે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.’

ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસ.આર. મેઘાણીના જણાવ્યા અનુસાર 31 વર્ષીય મહિલા દ્વારા 7 વર્ષ પૂર્વે 33 વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવ્યા હતાં. લગ્ન સમયે તે ભોગ બનનાર પોતાની પુત્રીને આંગળિયાત તરીકે લાવ્યા હતાં. ગત 14 તારીખના રોજ 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે ધોરણ 11માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ ગુજારનાર વિદ્યાર્થી તેમજ તેની મદદગારી કરનારા 2 મિત્રો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ. ભોગ બનનારના માતા દ્વારા ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો.

એસીપી રાજકોટ પશ્ચિમ રાધિકા ભારાઈના જણાવ્યા અનુસાર હાલ ગુનાના કામે બનનારના 33 વર્ષીય સાવકા પિતા અને તેના મિત્ર કમ બિઝનેસ પાર્ટનર 24 વર્ષીય આશિષ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જ્યારે 14 તારીખના રોજ દુષ્કર્મ વિથ પોક્સોની ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત ભોગ બનનાર વિદ્યાર્થીનીને મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામાં આવી હતી. ત્યારે તેણી દ્વારા સાથે આવેલા કોન્સ્ટેબલ સાથે પોતાની સાથે પોતાના સાવકા પિતા દ્વારા પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ સેજલ મેઘાણી અને તેમની ટીમ દ્વારા કાઉન્સેલરની મદદથી વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કરી તેની સાથે કઈ કઈ રીતે અને કોના દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે તે બાબતે વિગતો પૂછવામાં આવી હતી.

આ પણ વાંચો

હાથમાં હાથકડી-પગમાં સાંકળ... 41 સેકન્ડના વીડિયોમાં જુઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોને કેવી રીતે ખદેડાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Valsad Water Logging: 4 ઈંચ વરસાદથી વલસાડમાં જળબંબાકાર, અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા
Valsad Accident News: વલસાડ એસટી ડેપો પર અકસ્માત, બેકાબુ બનેલ પીકઅપ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે
Dwarka Accident News: દ્વારકા-જામનગર રોડ પર હોટલમાં કાર ઘૂસતા દોડધામ,  સીસીટીવીમાં કેદ થઈ ઘટના
South Gujarat Rain Forecast : આ તારીખે દ.ગુજરાતમાં મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Gujarat Rain | ગુજરાતમાં આજના વરસાદના સૌથી મોટા સમાચાર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
Watch: સોશિયલ મીડિયાએ પવિત્ર સંબંધને કર્યો બદનામ, વાયરલ વીડિયોથી ચૌકાવનારી હકીકત આવી સામે
Watch: સોશિયલ મીડિયાએ પવિત્ર સંબંધને કર્યો બદનામ, વાયરલ વીડિયોથી ચૌકાવનારી હકીકત આવી સામે
જો સૂર્યકુમાર યાદવ એશિયા કપ સુધી ફિટ નહીં થાય તો કોને મળશે કેપ્ટનશીપ ? આ 3 ખેલાડીઓ ઠોકશે દાવો
જો સૂર્યકુમાર યાદવ એશિયા કપ સુધી ફિટ નહીં થાય તો કોને મળશે કેપ્ટનશીપ ? આ 3 ખેલાડીઓ ઠોકશે દાવો
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
Embed widget