શોધખોળ કરો

India Corona Cases Today: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા ત્રણ હજારથી વધારે કેસ, જાણો આજની શું છે સ્થિતિ

India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19,500 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,869 પર પહોંચ્યો છે.

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત પાંચમાં દિવસે ત્રણ હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3157 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા છે.

છેલ્લા ચાર દિવસમાં કેટલા નોંધાયા કેસ

રવિવારે 3,324 નવા કેસ નોંધાયા અને 40 સંક્રમિતોના મોત થયા છે.  શનિવારે 3688 નવા કેસ અને 50 સંક્રમિતોના મોત થયા હતા. શુક્રવારે 3377 નવા કોરોના કેસ અને 60 લોકોના મોત થયા હતા. ગુરુવારે 3303 નવા કેસ અને 39 સંક્રમિતોના મોત થયા હતા.

એક્ટિવ કેસમાં થઈ રહ્યો છે વધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19,500 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,869 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,38,976 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 189,23,98,347 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 4,02,170 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

India Corona Cases Today: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા ત્રણ હજારથી વધારે કેસ, જાણો આજની શું છે સ્થિતિ

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને ગત સપ્તાહે કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.

ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.

રસીકરણ પર મૂક્યો ભાર

ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

કોરોના વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરો

કોરોનાના કેસોને રોકવા અને ટાળવા માટે બીજું શું કરવું જોઈએ તેના પર વાઈરોલોજિસ્ટે કહ્યું કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધતા જતા કેસ વચ્ચે શાળાઓ બંધ કરવી જોઈએ, ત્યારે ડો જ્હોને કહ્યું કે શાળાઓ બિલકુલ બંધ કરવી જોઈએ નહીં. શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ.

દેશમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ છે કે કેમ તેના પર વાઈરોલોજિસ્ટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં જ્યાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે ત્યાં કેસમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કેસમાં વધારો જરાય ટકી રહ્યો નથી. તેથી મને નથી લાગતું કે કોઈ નવા પ્રકાર સામેલ છે. જો કે, વેરિયન્ટ સ્ક્રીનીંગ ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને કોરોના વાયરસ આપણને ફરીથી આશ્ચર્યમાં ન નાખે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget