શોધખોળ કરો

DRDO : ભારતે દુનિયા આખીને ચોંકાવતા વિકસાવી હાઈપરસોનિક મિસાઈલ, સ્પીડ 12,000 Kmph

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી હાઇપરસોનિક હથિયારો પર કામ કરી રહ્યું છે. તેનું પરીક્ષણ પણ કર્યું છે. DRDOએ વર્ષ 2020માં માનવરહિત સ્ક્રેમજેટની હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

India Tests Hypersonic Technology : ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ આજે ફરી એકવાર દુનિયાને ચોંકાવતાની સાથે પોતાની તાકાતનો પરચો દેખાડ્યો છે. ભારતે આજે ઓડિશા નજીક હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર વ્હીકલ (HSTDV)નું પરીક્ષણ કર્યું હતું. ટેસ્ટના પરિણામો વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી હાઈપરસોનિક મિસાઈલ દુનિયાની સૌથી ઘાતક અને અભેધ્ય મિસાઈલ માનવામાં આવે છે અને દુનિયાના ગણતરીના દેશો પાસે જ તેની ટેક્નોલોજી છે. 

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી હાઇપરસોનિક હથિયારો પર કામ કરી રહ્યું છે. તેનું પરીક્ષણ પણ કર્યું છે. DRDOએ વર્ષ 2020માં માનવરહિત સ્ક્રેમજેટની હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટ માટે માનવરહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે. જે પ્લેન 6126 થી 12251 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તેને હાઇપરસોનિક પ્લેન કહેવામાં આવે છે.

છેલ્લી વખત HSTDVનું પરીક્ષણ 20 સેકન્ડથી ઓછા સમય માટે કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન તેની સ્પીડ લગભગ 7500 કિમી પ્રતિ કલાક હતી. ભવિષ્યમાં તેની સ્પીડ ઘટાડી અથવા વધારી શકાય છે. જો તેમાં પરંપરાગત અથવા પરમાણુ હથિયારોથી હુમલો કરવામાં આવે તો પાકિસ્તાનમાં ગણતરીની સેકન્ડોમાં હુમલો કરી શકાય. આ વાહન દ્વારા બોમ્બ છોડી શકો છો અથવા તમે તેને બોમ્બ બનાવીને દુશ્મનના અડ્ડા પર છોડી શકો છો. કારણ કે તેની સ્પીડ જ ઘણી ખતરનાક હોય છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે, હાઈપરસોનિક મિસાઈલ કે એરક્રાફ્ટની જરૂર કેમ છે. તેનું કારણ છે અમેરિકા. અમેરિકા છેલ્લા કેટલાક સમયથી સતત હાયપરસોનિક મિસાઈલ અને એરક્રાફ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે રશિયા આ મામલે તેનાથી આગળ નીકળી ગયું છે. રશિયા પાસે ઘણી હાઇપરસોનિક મિસાઇલો છે. ભારતના પાડોશી દેશ ચીન પાસે પણ આવા હથિયાર હોવાના અહેવાલ છે. આ સ્થિતિમાં વ્યૂહાત્મક સ્તરે સંતુલન જાળવવા માટે શક્ય તેટલી વહેલી તકે ભારતે પણ હાઇપરસોનિક હથિયારો અથવા વિમાન બનાવવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.

ભારત બ્રહ્મોસ-2 હાઇપરસોનિક મિસાઇલ તૈયાર કરી રહ્યું છે

ભારત બ્રહ્મોસ-2 હાઇપરસોનિક મિસાઇલ બનાવી રહ્યું છે. તેમાં સ્ક્રેમજેટ એન્જિન પણ લગાવવામાં આવશે જે તેને હાઈ સ્પીડ અને ગ્લાઈડ માટે પાવર આપશે. તેની રેન્જ મહત્તમ 600 કિલોમીટર હશે. પરંતુ સ્પીડ 8,575 kmph હશે. તેને જમીન પર સ્થાપિત જહાજ, સબમરીન, એરક્રાફ્ટ અથવા લોન્ચપેડથી ફાયર કરી શકાય છે.

હાઇપરસોનિક શસ્ત્રો છે શું?

હાયપરસોનિક શસ્ત્રો એવા છે જે અવાજ કરતા પાંચ ગણી ઝડપે દોડે છે. એટલે કે 6100 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ. ભારતે આજે જે હથિયારનું પરીક્ષણ કર્યું છે તેણે છેલ્લા પરીક્ષણમાં જ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી છે. ભવિષ્યમાં તેને 12 હજાર કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે. તેની ગતિ એટલી ઝડપી છે કે તેમને ટ્રેક કરીને મારવા સરળ નથી. રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો પણ કર્યો હતો.

ભવિષ્યમાં આ હથિયારો વધુ ખતરનાક બનશે

ભવિષ્યમાં હાઈપરસોનિક હથિયારોનો સ્ટોક વધશે અને તે વધુ ઘાતક બનશે. અમેરિકા એક એવું હથિયાર બનાવી રહ્યું છે જેને બેલેસ્ટિક મિસાઈલની જેમ લોન્ચ કરવામાં આવશે, પરંતુ ટાર્ગેટને નષ્ટ કરતા પહેલા તેની સ્પીડ અવાજની ગતિ કરતા આઠ ગણી વધુ હશે. યુએસ તેના જામવલ્ટ ક્લાસ ડિસ્ટ્રોયરમાં આવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહ્યું છે.

કયા દેશો પાસે છે હાઇપરસોનિક મિસાઇલો?

હાલ હાઈપરસોનિક મિસાઈલો અમેરિકા, રશિયા અને ચીન પાસે છે. ઉત્તર કોરિયાને લઈને પણ અહેવાલો સામે આવતા રહે છે પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. હવે ભારતે પણ આવા હથિયારો વિકસાવવાનું શરૂ કરી દીધું છે. આ સાથે ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશો પણ સામેલ છે. રશિયા પાસે વિશ્વનું સૌથી ઘાતક હાઇપરસોનિક હથિયાર છે. તેને એવગાર્ડ મિસાઈલ કહેવામાં આવે છે. આ એક ICBM છે. જે 24,696 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget