શોધખોળ કરો
દિલ્હી હિંસા પર જાવેદ અખ્તરનું ટ્વિટ, કહ્યું -સંયોગથી તેનું નામ તાહિર છે, પોલીસની નિરંતરતાને સલામ
દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પથ્થરમારો તેમના ઘરેથી થયો હતો.

નવી દિલ્હી: દિલ્હીમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 38ના મોત થયા છે, જ્યારે 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે. હિંસામાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમના પર આરોપ છે કે પથ્થરમારો તેમના ઘરેથી થયો છે. હવે આ મામેલ દિગ્ગજ અભિનેતા અને લેખક જાવેધ અખ્તરે પોલીસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, સંયગોથી તેનું નામ તાહિર છે, દિલ્હી પોલીસની નિરંતરતાને સલામ. તેમનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.
જાવેધ એખ્તરે ટ્વીટ કરીને લખ્યું કે, “અનેક લોકોના મોત થયા, અનેક ઘાયલ થયા, ઘણાના ઘર સળગાવવામાં આવ્યા. કેટલીક દુકાનો લૂટવામાં આવી અને અનેક લોકો બેધર થઈ ગયા પરંતુ પોલીસે માત્ર એક જ ઘરને સીલ કર્યું અને તેના માલિકને શોધમાં છે. સંયગોથી તેનું નામ તાહિર છે. દિલ્હી પોલીસની નિરંતરતાને સલામ.”
તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા અને હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તાહિર હુસૈન અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, આગ લગાવવી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે.So many killed , so many injured , so many house burned , so many shops looted so many people turned destitutes but police has sealed only one house and looking for his owner . Incidentally his name is Tahir . Hats off to the consistency of the Delhi police .
— Javed Akhtar (@Javedakhtarjadu) February 27, 2020
ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર તાહિર હુસૈને હિંસામાં તેનો હાથ હોવાનો ઈનકાર કર્યો છે. જો કે, એક વીડિયોમાં તેમની ઉપસ્થિતિ અને હાથમાં ડંડો હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી હિંસામાં સામેલ થવાના આરોપ તાહિરે કહ્યું કે, તેની પાછળ કપિલ મિશ્રા અને વારિસ પઠાન જેવા લોકોના ભડકાઉ નિવેદન જવાબદાર છે. તાહિરે કહ્યું કે , તેને ફસાવવામાં આવી રહ્યો છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેણે પોલીસ તપાસમાં સહયોગ આપવાની વાત કરી છે. આ મામલે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. જો તેમાં આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દોષિ સાબિત થાય તો તેને ડબલ સજા આપવામાં આવે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે હિંસામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે.Delhi violence: FIR registered under section 302 IPC (Punishment for murder) at Dayalpur police station, AAP Councilor Tahir Hussain named in the 'Details' section of the FIR. pic.twitter.com/pLQyFyKxeo
— ANI (@ANI) February 27, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement