શોધખોળ કરો
Advertisement
ચૂંટણીની વચ્ચે મિશન આસામ પર પ્રિયંકા ગાંધી, ચાના બગીચામાં મજૂરો સાથે માથે ટોકરી લઈને ચાના પાંદડા તોડ્યા
ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલ પ્રિયંકા ગાંધીએ આજે સદરૂ ચાય એસ્ટેટમાં મહિલા મજૂરો સાથે વાતચીત પણ કરી.
ગુવાહાટીઃ કોંગ્રેસ આસામમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીન તૈયારીઓમાં લાગી ગઈ છે. તેને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે આસામના સાધારૂમાં ચાના બગીચામાં કર્મચારીઓ સાથે ચાના પાંદડા તોડ્યા. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની અનેક તસવીર પણ શેર કરી છે. પ્રિયંકા ગાધીનો આસામ પ્રવાસનો આજે બીજો દિવસ છે.
પ્રિયંકાએ મહિલા મજૂરો સાથે વાતચીત પણ કરી
ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલ પ્રિયંકા ગાંધીએ આજે સદરૂ ચાય એસ્ટેટમાં મહિલા મજૂરો સાથે વાતચીત પણ કરી. તે તેજપુરમાં મહાભૈરવ મંદિરમાં પણ પ્રાર્થના કરશે અને બાદમાં એક રેલીને સંબોધિત કરશે. સૂત્રોનું માનીએ તે પ્રિયંકા ગાંધી જે અત્યાર સુધી ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત રહ્યા છે, તે હવે પૂરી રીતે ચૂંટમી અભિયાનમાં લાગ્યા છે અને કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની યાત્રા પણ કરશે.
રાહુલ ગાંધીએ પણ કર્યો હતો આસામનો પ્રવાસ આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામનો પ્રવાસ કર્યો હતો અને એક રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ને કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્ય એજન્ડા તરીકે રેખાંકિત કરવામાં આવશે.Smt. @priyankagandhi joins tea workers at Sadhuru tea garden and tries her hand at plucking tea leaves. pic.twitter.com/3qFtbGkESF
— Congress (@INCIndia) March 2, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement