શોધખોળ કરો

Sidhu Moose Wala Case: સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ, જાણો વિગતો

સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.  ગેંગસ્ટર લોરેંસના ભાણિયા સચિન થાપનની પોલીસે અઝરબૈજાનથી ધરપકડ કરવામાં આવી છે.

Sidhu Moose Wala Case: સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.  ગેંગસ્ટર લોરેંસના ભાણિયા સચિન થાપનની પોલીસે અઝરબૈજાનથી ધરપકડ કરવામાં આવી છે.  ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલનું લોકેશન પણ કેન્યામાંથી મળ્યું છે.  આ બન્ને મૂસેવાલાની હત્યા પહેલાં જ નકલી પાસપોર્ટ પર ભારત છોડી ભાગ્યા હતા. જેની જાણ થતાં જ પંજાબ પોલીસે વિદેશ મંત્રાલય સાથે મળીને સચિનને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. 

સચિન થાપન ગેંગસ્ટર લોરેન્સનો ભાણિયો છે.  માહિતી પ્રમાણે હત્યા બાદ સચિન નકલી પાસપોર્ટની મદદથી અઝરબૈજાન પહોંચ્યો હતો.  પરંતુ ત્યાં તેની ધરપકડ કરવામાં આવી.   આ કાર્યવાહી એક મહિના પહેલાં થઈ હતી.  આ જાણકારી થોડા દિવસ પહેલાં વિદેશ મંત્રાલયને અપાઈ.  જે બાદ વિદેશ મત્રાલયે પંજાબ પોલીસ પાસે સચિન થાપનનો ક્રિમિનલ રેકોર્ડ માગ્યો હતો.  તો મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર તિહાર જેલમાં બેસીને લોરેન્સે રચ્યું હતું.  ત્યાર પછી અનમોલ અને સચિને કેનેડા બેઠા બેઠા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે મળીને સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો.  તેમણે મૂસેવાલાની રેકી પણ કરાવી હતી.  પછી શૂટર્સે અંજામ આપ્યો હતો.   લોરેન્સ ઈચ્છતો હતો કે હત્યામાં તેનું નામ ન આવે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી છે.

SITએ ચાર્જશીટ દાખલ કરી છે

પોલીસે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ અઠવાડિયે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની 1850 પાનાની ચાર્જશીટ મુજબ, હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારે હત્યાના શાર્પશૂટર્સને જાણ કરી હતી તેના એક દિવસ પહેલા જ પંજાબ સરકારે ગાયક મુસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. 122 સાક્ષીઓની આ પ્રથમ ચાર્જશીટ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જગદીપ સિંહ ઉર્ફે જગ્ગુ ભગવાનપુરિયા, સચિન થાપન, અનમોલ બિશ્નોઈ, લિપિન નેહરા અને ગોલ્ડી બ્રાર સહિત 34 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.

મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી

પોલીસે ગુનામાં વપરાયેલી કોરોલા અને બોલેરો કાર સહિત સાત પિસ્તોલ, સાત મોબાઈલ ફોન અને ચાર વાહનો કબજે કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે શૂટર્સ 25 મેના રોજ મુસા ગામ પાસે માનસા પહોંચ્યા હતા. પંજાબ પહોંચતા જ તેને કેટલાક હથિયારો આપવામાં આવ્યા હતા. હત્યામાં એકે સિરીઝની રાઈફલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂઝવાલાની તેમના વતન ગામ મુસાથી લગભગ 10 કિલોમીટર દૂર માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget