શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ સરકારને 100 કરોડ રૂપિયાના મેડિકલ ઇક્વિપમેન્ટ ડોનેટ કરશે TikTok
કંપનીએ કહ્યુ કે, તે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આ ઇક્વિપમેન્ટ આપવા માટે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ સાથે મળીને કામ કરી રહી છે
નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે લડવા માટે ચીની વીડિયો શેયરિંગ અને સોશિયલ નેટવર્કિંગ એપ TikTok ભારતમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ માટે 100 કરોડ રૂપિયાના મેડિકલ ઇક્વિપમેન્ટ ડોનેટ કરશે. ટિકટોકના મતે તેમાં ચાર લાખ પ્રોટેક્ટિવ સૂટ્સ અને બે લાખ માસ્ક સામેલ હશે. કંપનીએ કહ્યુ કે, તે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આ ઇક્વિપમેન્ટ આપવા માટે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ સાથે મળીને કામ કરી રહી છે. આવનારા સમયમાં કંપની વધુ ડોનેશન કરીને સરકારને મદદ કરવા માટે તૈયાર છે.
TikTokએ એક નિવેદનમાં કોરોના મહામારીના સમયમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફના મહત્વ અંગે જણાવ્યું કે, કંપનીએ કહ્યુ કે, તે વાયરસથી સૌથી વધુ ખતરામાં રહે છે અને તેમને ચેપ લાગવાની સૌથી વધુ સંભાવના રહે છે. તેમની સુરક્ષા માટે અમે ચાર લાખ પ્રોટેક્ટિવ સૂટ્સ ભારત સરકારને ડોનેટ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે ટિકટોકે દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારને સ્થાનિક અને રાજકીય સ્તર પર મેડિકલ વર્કર્સ માટે બે લાખ માસ્ક દાન આપ્યા છે. કંપનીએ કહ્યું કે, ભારતમાં નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ એક સંગઠનના રૂપમાં અમે આવનારા સમયમાં વધુ દાન આપીને સમર્થનને આગળ વધારીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement