ખેડૂતો માટે ખુશખબર, આ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું, 45 ગામના ખેડૂતોને થશે ફાયદો
ડેમમા હાલ 1670 MCFT જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોઈ ઉનાળામા કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહશે નહીં.
રાજકોટઃ જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત 45 ગામના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -1 માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.
ભાદર-1 ડેમ એ રાજકોટ જિલ્લાની જીવાદોરી છે. આ પહેલા 4500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર 1 ડેમ ની કુલ સપાટી 34 ફૂટ ની ધરાવતો અને 6648 MCFT પાણી ની કુલ ક્ષમતા ધરાવે છે. ભાદર-1 ડેમ સિંચાઈ ની સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકા ના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે.
ભાદર 1 ડેમમા હાલ 1670 MCFT જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોઈ ઉનાળામા કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહશે નહીં. ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગરત નર્મદા પાણીનો આધાર રહશે. ખેડૂતોને પ્રી ખરીફ વાવેતર માટે 1000 MCFT પાણી કેનાલ મારફતે બે પાણ આપવામાં આવ્યું છે.
જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત 45 ગામના ખેડૂતોને પિયત માટે પાણી મળશે.
Gandhinagar: રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટેની 26 યોજના એક ઝાટકે કરી દીધી બંધ, જાણો શું આપ્યું કારણ
ગાંધીનગર: રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટેની 26 યોજના એક ઝાટકે બંધ કરી દીધી છે. ખેડૂતો લાભ ન લેતા હોવાનું કારણ આગળ ધરી કૃષિ વિભાગે 26 યોજના બંધ કરી છે. વર્ષ 2001થી વર્ષ 2022માં અમલમાં આવેલી 26 યોજનાઓ બંધ કરવામાં આવી છે. યોજનાનું બજેટ વણ વપરાયેલું પડ્યું રહેતું હોવાના કારણે યોજના બંધ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલીક યોજનાઓમાં ડુપ્લીકેશન થતું હોવાના કારણે પણ બંધ કરાઈ હોવાનો અધિકારીએ દાવો કર્યો છે. બંધ કરાયેલી યોજનાઓનું બજેટ હવે ખેડૂતલક્ષી અન્ય યોજનામાં ફાળવવામાં આવશે.
કંઈ યોજના બંધ કરાઈ ?
1 વર્ષ 2017 - 18માં અમલમાં આવેલી સરલ કૃષિ યોજના
2 વર્ષ 2019માં અમલમાં આવેલી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન યોજના
3 વર્ષ 2017 - 18ની બારડોલી ખાતર ચકાસણી પ્રોગશલા
4 રાજ્યમાં ખેડૂતોને શહેરી વિસ્તારમાં ફાળો અને શાકભાજીના સીધા વેચાણ માટેની કાયમી સુવિધા આપવાની યોજના
5 વર્ષ 2012 - 13ની ઘાસચારા વિકાસ કાર્યક્રમ
6 વર્ષ 2017 - 18ની આંતરપાક તરીકે કઠોળ પાકના નિદર્શન
7 વર્ષ 2017 - 18ની ચોખા પાકમાં SRI પદ્ધતિના નિદર્શન
8 વર્ષ 2020 - 21ની સૂર્યપ્રકાશ જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવાની યોજના
9 વર્ષ 2017 - 18ની આંતરપાક તરીકે તેલીબિયાં પાકના નિદર્શન
10 વર્ષ 2001 - 02ની કૃત્રિમ વરસાદના પ્રયોગની યોજના
11 વર્ષ 2021 - 22ની ઓટોમેટિક વેધર સ્ટેશન
12 વર્ષ 2017 - 18ની સ્થનવર્તી જીવાત નિયંત્રણ
13 વર્ષ 2017 - 18ની ડાંગ જિલ્લો 100 ટકા સેન્દ્રીય ખાતર હેઠળ
14 વર્ષ 2021 - 22ની ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પડવાની યોજના
15 વર્ષ 2021 - 22ની અને ટોકર વિના મૂલ્યે પૂરા પડવાની યોજના TASP
16 વર્ષ 2021 - 22 22ની અને ટોકર વિના મૂલ્યે પૂરા પડવાની યોજના SCSP
17 વર્ષ 2019ની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
18 વર્ષ 2014 - 15ની નેશનલ મિશન ફોર સસ્ટેબલ એગ્રિકલચર SHM કેન્દ્ર હિસ્સો નોર્મલ
19 વર્ષ 2014 - 15ની નેશનલ મિશન ફોર સસ્ટેબલ એગ્રિકલચર SHM રાજ્ય હિસ્સો નોર્મલ
20 વર્ષ 2020 - 21ની રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના
21 વર્ષ 2016 - 17ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો નોર્મલ
22 વર્ષ 2016 - 17ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો SCSP
23 વર્ષ 2016 - 17ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો TASP
24 વર્ષ 2020 - 21ની ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાકોમાં ઇયાલોનો ઉપદ્રવ ઘટાડવા ફેરોમેન ટ્રેપ અને દેશી ખાતરનું ડીકમ્પોઝિસન કરવા માટે વેસ્ટ ડીકમ્પોઝર તૈયાર કરવાની યોજના
25 વર્ષ 2011 - 12ની એજીઆર પર ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી સંગીન બનાવવી
26 વર્ષ 2017 - 18ની સમાયોજિત બિયારણ એકમની સ્થાપના