Gujarat Election : 'ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે; ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી'
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચતા કાર્યકરોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું.
રાજકોટઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચતા કાર્યકરોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. રાજકોટમાં ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે. ભૂતકાળમાં પણ પાટીદાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી.
ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદેથી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વિડીયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.
ગોપાલ ઇટાલીયા એરપોર્ટ ખાતે પહોંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. મોટી સંખ્યામાં આમદની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા એરપોર્ટ ખાતે. એરપોર્ટ ખાતે ભારત માતાકી જય ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા.
ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામની મુલાકાતે જઈ રહ્યા છે. ગઈ કાલે દિલ્લી ખાતે મહિલા આયોગમાં હાજર થયા પછી આજે તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા છે. તેઓ રાજકોટથી સીધી ખોડલધામ જશે. તેમના આગમનને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર તેમને આવકારવા માટે મોટી સંખઅયામાં કાર્યકરો પહોંચ્યા છે.
રાજકોટ એરપોર્ટ પર રાજકીય પાર્ટીનો જમાવડો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને રાજકોટ ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર વસરામ સાગઠીયાએ હળવી પળો માણી હતી. એકબીજાની મજાક કરતા જોવા મળ્યા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ગોવિંદ પટેલ સહિતના નેતાઓ રાજકોટ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સ્વાગત કરવા પહોંચ્યા. તો બીજી બાજુ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના સ્વાગત માટે કાર્યકરો તલપાપડ.