શોધખોળ કરો
Advertisement
આ ભારતીય સ્ટાર સ્પિનરને નહીં મળે ખેલ રત્ન, જાણો કેમ ?
પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે રાજ્ય સરકારે રનર દૂતી ચંદના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જ્યારે ખેલ રત્ન માટે ક્રિકેટર હરભજન સિંહના નામની ભલામણ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: કેન્દ્રીય રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કારો માટે ખેલાડીઓની યાદી તૈયાર કરી લીધી છે. જેમાં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે રાજ્ય સરકારે રનર દૂતી ચંદના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જ્યારે ખેલ રત્ન માટે ક્રિકેટર હરભજન સિંહના નામની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ મંત્રાલયે બન્ને ખેલાડીએનું નામ હટાવી દીધાં છે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જાણકારી આપી છે કે રાજ્ય સરકારે નોમિનેશન માટે નક્કી કરેલો સમય પૂરો થયા બાદ તેઓના નામ મોકલવામાં આવ્યા હતા. તેથી તેઓનું નોમિનેશન નકારી દેવામાં આવ્યું છે. આ સિવાય દુતી ચંદના મામલામાં અંતિમ તારીખ ઉપરાંત, મેડલોની સંખ્યા પણ રેન્કિંગના ક્રમમા નહોતી.
મંત્રાલયે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાને આપેલા નોમિનેશન માટે રેન્કિંગનો ક્રમ આપવા કહ્યું જેમાં તે પાંચમાં સ્થાન પર છે. તેથી તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે.Sprinter Dutee Chand on Arjuna Award: I showed him my medals & requested him to send my name once again, after consulting with the Sports Minister. He told me that he will send the file and talk to him about me. He told me to focus on training and competition. https://t.co/M601896bCd
— ANI (@ANI) July 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement