શોધખોળ કરો
Advertisement
સુરતઃ 79 વર્ષના વૃધ્ધને નગ્ન કરીને 22 વર્ષીય યુવતી થઈ ગઈ નગ્ન ને અશ્લીલ ફોટા પાડી લીધા, જાણો પછી શું થયું ?
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા 79 વર્ષીય વૃધ્ધના અશ્લીલ ફોટા પાડીને બે યુવત સહિતની ટોળકીએ રૂપિયા 25 હજાર પડાવ્યાની ફરિયાદ 10 દિવસ અગાઉ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈહતી.
સુરતઃ સુરતના ઘોડદોડ રોડના 79 વર્ષના વૃધ્ધને રૂમમાં લઈ જઈ તેમને નગ્ન કરીને પોતે પણ નગ્ન થઈને અશ્લીલ અવસ્થામાં ફોટા પાડવાના ગુનામાં સંડોવાયેલી યુવતી સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે. વૃધ્ધને બ્લેકમેઈ કરવા માટે તેમની સાથે નગ્નાવસ્થામાં ફોટો પડાવનારી યુવતી રાજવી ઉર્ફે સોના હિરેનભાઈ દેવગાણીયા (રહે. ફલેટ નં.404, મહેશ્વરી એપાર્ટમેન્ટ, સિધ્ધેશ્વરી સોસાયટી, હરીદર્શનનો ખાડો, ચોકબજાર, સુરત. મૂળ રહે.પલીયર, જી.ગાંધીનગર ) માત્ર 22 વર્ષની છે.
રાજવી ઉર્ફે સોના સાથે પકડાયેલા ચાર સાગરીતોમાં બે મજૂરીકામ, એક ડ્રાઈવિંગ કામ કરે છે. પોલીસે રાજવી ઉર્ફે સોના હિરેનભાઈ દેવગાણીયા ઉપરાંત મજૂરીકામ કરતા જયંતિભાઈ માધુભાઈ ઘોઘારી ( ઉ.વ.42, રહે. ઘર નં. એ/59, વલ્લભભાઈના મકાનમાં, હરીદ્વાર સોસાયટી, કતારગામ, સુરત. મુળ રહે.કંડોળીયા શેરી, મહુવા, જી. ભાવનગર ), ડ્રાઈવિંગનું કામ કરતા રાજેશ ઉર્ફે મોટો રાજુ ભીખાભાઈ કાથરોટીયા ( ઉ.વ.38, રહે. ઘર નં.5, માધવપાર્ક સોસાયટી, ઉત્રાણ, અમરોલી, સુરત તથા ઘર નં.71, શ્રીજી સોસયટી, મુરધા કેન્દ્ર પાસે, કાપોદ્રા, સુરત.મુળ રહે.ચલાળા, તા.ધારી, જી.અમરેલી ) અને મજૂરીકામ કરતા રાજેશ ઉર્ફે જાડો રાજુ ભુપતભાઈ વેકરીયા ( ઉ.વ.36, રહે. ઘર નં.5, માધવપાર્ક સોસાયટી, ઉત્રાણ, અમરોલી, સુરત મુળરહે.હેમાળા, તા.જાફરાબાદ, જી.અમરેલી )
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા 79 વર્ષીય વૃધ્ધના અશ્લીલ ફોટા પાડીને બે યુવત સહિતની ટોળકીએ રૂપિયા 25 હજાર પડાવ્યાની ફરિયાદ 10 દિવસ અગાઉ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈહતી. વૃધ્ધનું જૂનું કારખાનું પડી જતા તેમને દેલાડ પાટીયા ખાતે સંચા ખાતું ભાડે લેવા માટે લઈ જઈ એક યુવાન ખાતાની ચાવી લેવાને બહાને કામરેજ એક રૂમમાં લઈ ગયો હતો. ત્યાં પોલીસ બનીને આવેલા બે અજાણ્યા યુવકે તમાચા મારી તેમનાં કપડાં કઢાવી નગ્ન કરીને યુવતી સાથે અશ્લીલ હાલતમાં ફોટા પાડયા બાદ રૂ.1.50 લાખની માંગણી કરી બાદમાં રૂ.25 હજાર પડાવ્યા હતા.
કતારગામ પોલીસે આ બનાવમાં સામેલ મહિલા સહિત ચારને ભાવનગરના મહુવાથી ઝડપી લીધા હતા.કતારગામ પોલીસે ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલા પૈકી રાજેશ ઉર્ફે મોટો અને રાજેશ ઉર્ફે જાડો અગાઉ આવા જ ગુનામાં સરથાણા પોલીસના હાથે ઝડપાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement